અમદાવાદમાં 14 વર્ષનો છોકરો પરિવારની મદદ કરવા વેંચી રહ્યો છે દહી કચોરી, એક વીડિયોએ છોકરાની બદલી નાખી કિસ્મત
સોશિયલ મીડિયાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે કોઈની જિંદગી પણ બદલી શકે છે, જેના ઘણા ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છીએ. નોંધનિય છે કે કોરોનાકાળમાં દિલ્હીમાં એક ઠાબા વાળા બાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ તેમના ઠાબા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમની કિસ્મત બદલાય ગઈ હતી. હવે આવો એક વીડિયો વાયરલ થયો છે અમદાવાદમાં, જ્યાં એક 14 વર્ષનો છોકરો દહી કચોરી વેચી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ તે સમગ્ર ભારતમાં ફેમસ થઈ ગયો છે.
નોંધનિય છે કે, કોરોના મહામારી દરમિયાન દેશમાં લાખો લોકોએ નોકરી ગુમાવી હતી. આવા મુશ્કેલ સમયમાં, લોકોએ તેમના પરિવારોને મદદ કરવા માટે નાની નોકરીઓ કરવી પડી. મજબૂરી એવી હતી કે મોટી સંખ્યામાં બાળકો તેમના પરિવારને મદદ કરવા લાગ્યા હતા.
Anyone from Ahmedabad .
Kindly go and help this little boy 💯 https://t.co/1DPT8eAsxG— ARJUN BHATIA (@ArjunB9591) September 23, 2021
તમને જણાવી દઈએ કે આ 14 વર્ષનો છોકરો તેમના પરિવારની આજીવિકા માટે મણિનગર રેલવે સ્ટેશન પાસે દહી કચોરી વેંચી રહ્યો છે. હાલમાં આ છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, દહીં કચોરી ખાવા માટે મોટી સંખ્યામાં લોકો તેની પાસે આવી રહ્યા છે. ત્યાર બાદ તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે જેમા મોટી સંખ્યામાં લોકો બાળક પાસે આવે છે અને દહી કચોરી ખાય છે બાદમાં વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.
જો કે, વીડિયો સામે આવ્યા બાજ આ બાળકને ત્યાં એટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા કે તે ઓર્ડર પૂરો કરવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આ છોકરાનો વીડિયો વિશાલ નામના ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું, આ 14 વર્ષના છોકરાની મદદ કરો, જે 10 રૂપિયાની દહીં કચોરી વેચીને પોતાના પરિવારની મદદ કરી રહ્યો છે. આ પછી વીડિયો વાયરલ થયો અને લોકો તેમના સુધી પહોંચવા લાગ્યા. લોકોએ છોકરા પાસેથી દહીં કચોરી ખરીદીને તેમની મહેનતને બિરદાવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..