સ્ક્રેપ પોલીસી લાગુ: 15 વર્ષ જુના પેટ્રોલ ડિઝલ વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે, દિલ્હીમાં ચાલી રહી છે ઝુંબેશ
દિલ્હીના રસ્તાઓ પરથી પ્રદુષિત વાહનોને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. વ્હીકલ સ્ક્રેપેજ પોલીસી હેઠળ કોર્મશિયલ અને નોન-કોર્મશિયલ વાહનો માટે સમાન નિયમ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આવા વાહન માલિકોને તેમના જુના વાહનોનું યોગ્ય વળતર મળી રહે તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના ટ્રાન્સપોર્ટ વિભાગે તેના નોંધાયેલા સ્ક્રેપ ડીલરોને 15 વર્ષ જુના વાહનોની વાજબી કિંમત નક્કી કરવા કહ્યું છે. સ્કેપ ડીલરે વાહન માલિકોને સીધી કિંમત ચુકવવાની છે.
આ મહિનાની શરૂઆતમાં દિલ્હી વાહનવ્યવહાર વિભાગે 15 વર્ષથી જુના વાહનોને સ્કેપ કરવા માટે સ્ટાનડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જારી કરી હતી. આદેશ મુજબ દિલ્હીની ખરાબ હવાની ગુણવત્તામાં વાહનોના પ્રદુષણમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે તાત્કાલિક સ્ટેન્ડિંગ ઓર્ડરની જરૂર છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે દ્રિચક્રી, થ્રી વ્હીલ, ફોર વ્હીલ, હળવા કે ભારી વાહનો સહિત બધી શ્રેણીના જુના વાહનો પર નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ (NBT)ની સુચના લાગુ પડશે પછી ભલે તે કોર્મશિયલ વાહનો હોય તે અન્ય શ્રેણીના.
એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે એન્ફોર્સમેન્ટ ટીમ દ્રારા જપ્ત કરવામાં આવેલા જુના વાહનો વાહન વ્યવહાર વિભાગ દ્રારા અધિકૃત સ્ક્રેપ ડીલરોને આપવામાં આવશે. તેઓ જપ્ત કરેલા સ્થેળેથી સીધા સ્ક્રેપ કરવાના સ્થળે લઇ જશે. સ્ક્રેપ ડીલરે જ વાહન માલિકનેસીધી વાજબી કિંમત ચૂકવવી પડશે. જો કોઇ વિવાદ ઉભો થાય તો એન્ફોર્સમેન્ટ ટીમે આ વિવાદમાં પડવાનું નથી સીધા સ્થાનિક પોલીસને ફરિયાદ કરવાની રહેશે.
અધિકારીઓએ કહ્યુ હતું કે દિલ્હી વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફીક પોલીસે મળીને 17 નવેમ્બરથી ડિસેમ્બરના પહેલાં સપ્તાહ સુધીમાં કુલ 1900 જુના વાહનો જપ્ત કર્યા છે.
કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2021માં નવી સ્ક્રેપ પોલીસી જાહેર કરી હતી, જે ઓકટોબર 2021થી અમલમાં આવી છે. આ સ્ક્રેપ પોલીસમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 20 વર્ષ જુના ખાનગી વાહનોને મંજૂરી છે, પરંતુ વાહનોનો ફિટનેશ ટેસ્ટ કરાવવો પડશે, જો ફેઇલ થશે તો વાહન સ્ક્રેપમાં જશે. 1 જૂન 2024 પછી તેનું ઓટોમેટિક ડી-રજિસ્ટ્રેશન થશે. 1 એપ્રિલ 2023થી 15 વર્ષ જુના કોર્મશિયલ વાહનોની નોંધણી સમાપ્ત થશે. દેશમાં 15 વર્ષ જુના વાહનોની અંદાજિત સંખ્યા 34 લાખ જેટલી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..