વાપીમાં કળયુગી માતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: દીકરીએ પિતાને ફોન કરીને કહ્યું- મમ્મી ઘરનો દરવાજો ખોલતી નથી, રાજીવ તુરંત..

સંતાનો પર આફત આવે તો માતા કોઈ પણ દુઃખને સહન કરીને સંતાનો પર આવેલી આફતને દૂર કરવા માટેના તમામ પ્રયાસ કરે છે. ત્યારે વાપીમાં એક કળયુગી માતાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં માતાએ ત્રણ વર્ષની દીકરીને ઝેરી દવા પીવડાવીને તેની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ ઘટનામાં હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે અને તેની દીકરીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઇને મહિલાના પતિ દ્વારા સમગ્ર મામલે પત્ની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવાછા ગામ આવેલું છે. આ ગામમાં રાજીવ પાલ નામનો તેના પરિવારના સભ્યોની સાથે રહેતો હતો. રાજીવ પાલની સાથે તેની પત્ની માયા અને ત્રણ સંતાનો રહેતા હતા. રાજીવ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઈવિંગનું કામ કરતો હતો. ગત અઠવાડિયે રાજીવની દીકરી લક્ષ્મી બપોરના સમયે ઘરે આવી તે સમયે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. લક્ષ્મીએ ઘરનો દરવાજો ઘણી વખત ખખડાવ્યો પણ તેની માતા માયા પાલ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો નહીં. તેથી લક્ષ્મી દ્વારા તેના પિતાને કહેવામાં આવ્યું કે મમ્મી ઘરનો દરવાજો ખોલતી નથી.

દીકરીની આ વાત સાંભળીને રાજીવ તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ રાજીવે ઘરનો દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે તેને જોયું તો માયા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી અને ત્રણ વર્ષની દીકરી ક્રિષા બેભાન અવસ્થાના જમીન પર પડી હતી. ત્યારબાદ તાત્કાલિક રાજીવે તેની પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો. રાજીવની પત્નીએ જણાવ્યું કે તેને દીકરીને ઝેરી દવા પીવડાવી છે અને ત્યારબાદ પોતે આપઘાતનો પ્રયાસ કરી રહી હતી. આ ઘટના બાદ રાજીવ તાત્કાલિક માયા અને ક્રિષાને હોસ્પિટલમાં લઇ ગયો હતો.

108ની મદદથી રાજીવની પત્ની માયા અને દીકરીને વિનોબાભાવે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં માયાને સમયસર સારવાર મળી હોવાના કારણે તેનો જીવ બચી ગયો હતો અને પણ ત્રણ વર્ષની ક્રિષાને ઝેરી દવાની અસર વધારે પ્રમાણમાં થઇ હોવાથી તેનું મોત થયું હતું. આ ઘટનાને લઇને રાજીવે સમગ્ર મામલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ અઠવાડિયા સુધી માયાની સારવાર હોસ્પિટલમાં ચાલી હતી અને તે સારવાર લઇને સ્વસ્થ થયા બાદ પોલીસ દ્વારા માયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે માયાની સામે IPCની કલમ 302 અનુસાર ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે, માયાનો સ્વભાવ ખૂબ જ ગુસ્સેલ હતો. તે નાની-નાની વાતમાં ગુસ્સો કરતી હતી. તો બીજી તરફ પોલીસે અફેરની શંકાને લઇને પણ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો