મા ભોમની રક્ષા કાજે ગુજરાતનો જવાબ શહીદ: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામેની અથડામણમાં 25 વર્ષીય જવાન હરીશસિંહ શહીદ
દેશની રક્ષા માટે ગુજરાતના એક યુવક શહીદ થયો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના જવાને જમ્મુ કાશ્મીરમાં શહાદત વહોરી છે. આ જવાનનું નામ હરીશસિંહ પરમાર છે. હરીશસિંહ 25 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થયો. હરીશસિંહનું અવસાન થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરીશસિંહ જમ્મુ કાશ્મીરના મછાલમાં ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે આંતકવાદીઓ સાથે અથડામણ થતા આ જવાને દેશ માટે શહીદી વહોરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હરીશસિંહ શહીદ થતા તેન પરિવારના શોકનું મોજું ફરી વળ્યું છે. દેશ માટે બલિદાન આપનાર આ જવાનના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. હવે હરીશસિંહ પરમારના પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવશે. હરીશસિંહ શહીદ થયો હોવાની માહિતી મળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. હરીશસિંહના ગામમાં 2500 લોકોની વસ્તી છે. આ જવાનના પાર્થિવ દેહને વતનમાં ગાર્ડ ઓફ ઓર્નર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હરીશસિંહ પરમાર 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. દેશની રક્ષા કરતા સમયે આતંકવાદીની સાથે અથડામણમાં હરીશસિંહ શહીદ થતા પરિવારના સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેમના દુઃખનો કોઈ પાર રહ્યો નહોતો. આસપાસના ગામના લોકો પણ શહીદ જવાનના પરિવારના સભ્યોને સાંત્વના આપવા માટે તેના ઘરે પહોંચી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી અને ભારતીય સેના વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અથડામણ ચાલી રહી છે. છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી આ અથડામણના કારણે 9 જવાન શહીદ થયા છે. આ અથડામણ દરમિયાન 13 જેટલા આતંકવાદીઓને ઠાર કરવમાં આવ્યા છે. તો શનિવારના રોજ જ્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું તે સમયે એક JCO સહિત બે જવાનની લાશ મળી આવી હતી.
મહત્ત્વની વાત છે કે, કાશ્મીરમાં નાગરીકોની હત્યા બાદ 9 જેટલી અથડામણ સેના અને આતંકીઓ વચ્ચે થઇ હોવાનું સામે આવ્યું છે અને તેમાં અત્યાર સુધીમાં 13 આતંકીના મોત થયા હોવાની પણ વિગત મળી રહી છે. છેલ્લા 24 કલાકના સમયમાં શ્રીનગર શહેરમાં 5માંથી 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ માહિતી IPS વિજય કુમાર દ્વારા આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..