વલસાડ જિલ્લાના એક તરફી પ્રેમમાં અંધ ફોઇના પુત્રએ મામાની દીકરીનું અપરહણ કર્યું, જિલ્લાભરની પોલીસને દોડતી કરી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં એક તરફી પાગલ પ્રેમીએ પોતાના જ મામાની દિકરીનું અપહરણ કરી ફોઇના પરિવારજનો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. પરિયાના માથાભારે સુનિલ પટેલ નામનો આ યુવક તેના જ મામાની દીકરી સાથે એક તરફી પ્રેમમાં ભાન ભૂલ્યો હતો. અને મામાના ઘરે જઈ મામી અને મામા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને મામાની સગીર દીકરીનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો.
જોકે આરોપી સુનિલ પાસે તિક્ષણ હથિયારો હતા આથી સગીરાનો જીવ જોખમમાં હોવાથી વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતા જાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે આરોપી સગીરાને લઈ અને પરિયા ગામના છેવાડે આવેલા જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો. આથી તેને શોધવા વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળી 150થી વધુ પોલીસ કર્મીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બનાવમાં સગીરાની માતા અને તેના કાકાને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે પારડીની મોહન દયાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સગીરાનું અપહરણ કરનાર આરોપી સુનિલ પટેલ અને તેના અન્ય એક સાથી મહેન્દ્ર પટેલની શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરી હતી.
આખી રાત પોલીસના કાફલાએ પરિયા અને આસપાસના વિસ્તારની વાડી, ઝાડી અને જંગલ વિસ્તાર ખૂંદી વળ્યા હતા. રાત્રે પણ આરોપી અને સગીરાની શોધખોળ કરવા પોલીસ દ્વારા નાઇટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં વહેલી સવારે પોલીસને સફળતા મળી હતી.
સગીરાનો તો હેમખેમ છુટકારો કરવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે પોલીસ કાફલા દ્વારા રાત ભર સર્ચ ઓપરેશન કરતા આરોપીઓએ સગીરાને એકલી મુકી દીધી હતી. અને ફરાર થઈ ગયા હતી. આથી પોલીસે સગીરાનો કબજો લઈ તેને મેડિકલ કરાવવા અને સગીરાની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી.
પરિયાના વાડી અને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આ ઘટનામાં મામા-ફઈના ભાઈ-બહેન જેવા પવિત્ર સંબંધને પણ એક તરફી સનકી પ્રેમીએ લાંછન લગાવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ સનકી પ્રેમી તેની મામાની દીકરી સાથે એક તરફી પ્રેમમાં હોવાનો બંને પરિવારોને છેલ્લા એક વર્ષથી જાણ હતી. તેમ છતાં ભોગ બનનાર સગીરાના પરિવારજનો આ અંગે સમાજમાં લોકલાજ જવાના ડરે ચૂપ રહ્યા હતા. આથી આ માથાભારે પ્રેમીની હિંમત વધતા એક વર્ષથી પરિવારને અવાર નવાર ધમકીઓ આપતો હતો. તેમ છતાં પણ પરિવારજનો ચૂપ રહેતા હતા. જેનું આજે ગંભીર પરિણામ આવ્યું હતું અને આ સનકી પ્રેમીના આતંકે જિલ્લાભરની પોલીસને દોડતી કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..