વલસાડ જિલ્લાના સુખી સંપન્ન ઘરના નબીરાની કરતૂતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો, પેટ્રોલ પમ્પ પર ડીઝલ ભરાવી રૂપિયા આપ્યા વગર ભાગી જતો
વલસાડ જિલ્લાની ભીલાડ પોલીસે (Valsad Police Caught youth cheating petrol pump) એક એવા નબીરાને ઝડપી પાડયો છે જે પેટ્રોલ પંપો પર ગાડીની ટાંકી ફુલ કરાવી અને પૈસા (Youth fueled Car and Ran Without giving money in Valsad) આપ્યા વિના જ પેટ્રોલ પંપ સંચાલકને ચૂનો લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્રના એક પેટ્રોલ પંપ પર આવી જ રીતે છેતરપિંડી કરી અને ફરાર થઈ જતા પેટ્રોલ પંપ સંચાલકો અને પોલીસે પીછો કર્યો હતો ત્યારે ભીલાડ પોલીસે આરોપીને નાકાબંધી કરી અને દબોચી લીધો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસાનો ધવલ જાડેજા નામનો આ નબીરો સારા સુખીસંપન્ન પરિવારમાંથી આવે છે. જોકે હરવા-ફરવા અને મોજશોખ થી ટેવાયેલો આ નબીરો મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે પરંતુ તેની કરતૂતો કોઈ ગુનેગાર જેવી છે. આ પ્રકારની કરતૂતો સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ધવલ ગાડીમાં ડીઝલ ભરાવવા તે મોટેભાગે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલપંપ પર જાય છે. કાળા કાચ વાળી ગાડીનો ઉપયોગ કરતો નબીરો પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરવા જાય એ પહેલાં ગાડીની નંબર પ્લેટ પર કપડું ઢાંકી અને છુપાવી દેતો હતો. ત્યારબાદ પેટ્રોલ પંપો પર ગાડીની ડીઝલની ટાંકી ફુલ કરાવ્યા બાદ તે બિલ ચૂક્યા વિના જ પેટ્રોલ પંપ પરથી ફરાર થઈ જાતો હતો.
અત્યાર સુધી ધવલ જાડેજા નામના આ નબીરાએ નવથી વધારે પેટ્રોલ પંપો પર આવી રીતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને ફરાર થઈ ગયો હતો. જોકે ભીલાડ પોલીસે આ નબીરાને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ધવલ જાડેજા નામના આ નબીરાં એ વલસાડ જિલ્લાના ઉદવાડા અને ગુજરાત અને મહારાષ્ટ્રની ઉપર આવેલા મહારાષ્ટ્રના તલાસરી અને આસપાસના વિસ્તારના પેટ્રોલ પંપોને આવી રીતે નિશાન બનાવતો હતો અને ગાડીની ટાંકી ફુલ કર્યા બાદ પૈસા ચૂકવ્યા વિના ફરાર થઈ જતો હતો.
અત્યારસુધી આરોપીએ 9 જેટલા પેટ્રોલ પંપ પર જઈ આવી રીતે આચરેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદો પોલીસને મળી ચૂકી છે. પોલીસે અત્યાર સુધી આરોપી એ જે પેટ્રોલ પંપો પર આવી રીતે ગુનાઓ આચર્યા છે તે પેટ્રોલ પંપોના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને હજુ પણ આગામી તપાસમાં આરોપીએ આ પ્રકારના આચરેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા જોવાઇ રહી છે.
આમ વલસાડ જિલ્લામાંથી અને મહારાષ્ટ્રની હદ પરથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ગાડીની ટાંકી ફુલ કરાવી અને ફરાર થઈ આતંક મચાવતા આ સુખી-સંપન્ન પરિવારના શોખીન નબીરાઓને ઝડપી પેટ્રોલ પંપ સંચાલકો ની સાથે પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..