ગુજરાતની આ સ્કુલમાં શિક્ષકોએ સર્જયું સ્વર્ગ, બાળકોને શાળાએ આવવા લલચાવે છે

હિંમતનગરના વજાપુરની પ્રાથમિક શાળા એવી શાળા છે જ્યાં બાળકો માટે કીચન ગાર્ડન, રોઝ ગાર્ડન, હેંગીંગ ગાર્ડન, આૈષધી બાગ, પ્રવેશદ્વાર પાસે સરસ્વતી મંદિર, શાળાના નોનયૂઝ રૂમમાંથી બનાવેલું કલામંદિર જેની છત પર બ્રહ્માંડ, સૂર્યમંડળ, સપ્તર્ષિ, શર્મિષ્ઠા તારાજૂથ તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચિત્રો અંકિત કરાયા છે. જે બાળકોના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. તો બાળકોમાં બચત અને પ્રમાણિકતાના ગુણોનો વિકાસ થાય તે માટે બચત બેન્ક અને રામહાટ પણ ચલાવાય છે.

સરકારી શાળાના આ ગ્રીન કેમ્પસને કારણે બાળકો હોંશે હોંશે ભણવા આવતા હોઇ હંમેશા 100 ટકા હાજરી રહે છે. શાળાના બાળકો તો ઠીક પરંતુ શિક્ષકો પણ યુનિફોર્મમાં જ આવે છે અને આઇકાર્ડ પણ લગાવે છે. શાળાની સ્વચ્છતા એવાર્ડ માટે પસંદગી થઇ છે. શાળાની ટેરેસ પર ગાર્ડન બનાવાયો છે. તો શાળાની દીવાલો સહિતના ભાગ પર છોડ વાવ્યા છે. ઔષધિબાગમાં વાવેલી 40 જેટલી ઔષધિઓનો ઉકાળો બનાવી સમયાંતરે બાળકોને અપાય છે.

સરકારી શાળાના શિક્ષકોએ સર્જ્યુ સ્વર્ગ

રોઝ ગાર્ડનમાં કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબના સાત રંગના ગુલાબ શાળાની સુંદરતાની સાથે વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. શાળામાં ઉત્પન્ન થતો કચરો તથા વૃક્ષ, છોડના પાન એકત્ર કરી શાળાના જૈવિક ખાતર પ્લાન્ટમાં નાખી ખાતર બનાવાય છે. જેનો ઉપયોગ કિચન ગાર્ડનની શાકભાજીની ખેતીમાં થાય છે. શાળામાં કોમ્પ્યુટર લેબ, ઓપન લાયબ્રેરી અને આરઓ પ્લાન્ટ પણ છે.

લીલાંછમ વૃક્ષોની શીતળતા અને સુંદરતા બાળકોને શાળાએ આવવા લલચાવે છે

શાળામાં ચિલ્ડ્રન બેંક અને રામહાટ છે

શાળામાં ત્રણ વર્ષથી ચિલ્ડ્રન બેંક છે, જેનું સંચાલન બાળકો જ કરે છે. હાલમાં રૂ.2500 બચત છે. બાળકોનો પ્રવાસ વગેરે ખર્ચ આ બચતમાંથી જ કરાય છે. જમા-ઉપાડ પાવતીઓ પણ બાળકો બનાવે છે. શાળામાં રામહાટની સુવિધા છે. જેમાંથી સ્ટેશનરીની તમામ વસ્તુઓ મળી રહે છે અને તેનું સંચાલન પણ બાળકો કરે છે. શાળામાં 108 બાળકો અભ્યાસ કરે છે અને આચાર્ય સહિત 6 શિક્ષકો ફરજ બજાવે છે.

બાળકોને અભ્યાસની સાથે શાળામાં પ્રાચીન વારસો

સ્વબચાવ માટે સુરક્ષા તાલીમનું આયોજન

બાળકોના જીવન ઘડતર અને આધ્યાત્મિક વિકાસ માટે દરેક બાળકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન અને સ્વબચાવ સુરક્ષા તાલીમ આપવા તથા અાખા કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરાયું છે- અમિત રાવલ, શિક્ષક વજાપુર પ્રા.શાળા

ખગોળીય જ્ઞાન અને સર્જનાત્મક પ્રવૃત્તિના પાઠ પણ ભણાવાય છે

બાળકોને ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિમાં જોડી નાનપણથી જ વ્યાપારીક, બેન્કિંગ, સર્જનશક્તિ, નેતૃત્વ વગેરેનો વિકાસ થાય તે માટેનો પ્રયાસ થઇ રહ્યો છે અને બાળકોને પણ ગમે છે- નટવરભાઇ પટેલ, શિક્ષક વજાપુર પ્રા.શાળા

 

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો