ગરમા ગરમ વઘારેલો બાજરીનો રોટલો ઘરે બનાવો, હાઇવેના ઢાબામાં જવાની જરૂર નથી, જાણો બનાવવાની સરળ રીત

ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે. તો સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને જો તેમા ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળી જાય તો ખવાની મજા જ કઇક અલગ હોય છે. ખાસ કરીને વઘારેલો રોટલો ખાવા માટે તમે ઢાબા પર જતા હશો. પરંતુ હવે ઢાબામાં નહીં ઘરે જ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય વઘારેલો રોટલો…

સામગ્રી

  • 1 – બાજરીનો ઠંડો રોટલો
  • 1 ચમચી – ઘી
  • 1 ચમચી – તેલ
  • 1/2 ચમચી – તલ
  • 1/2 ચમચી – રાઈ
  • 1 ચપટી – હિંગ
  • મીઠો લીમડો – વઘાર માટે
  • 1 ચમચી – લીલું લસણ
  • 2 ચમચી – લીલી ડુંગળી
  • 1 વાટકી – છાસ
  • 1/2 ચમચી – હળદર
  • 1 ચમચી – મરચું
  • સ્વાદાનુસાર – મીઠું
  • 1 ચમચી – કોથમીર
  • 1 ચમચી -ખાંડ

બનાવવાની રીત

સૌ પ્રથમ રોટલાને બે હાથે મસળી જીણો કરી લેવો. પછી લીલી ડુંગળી, લીલું લસણ જીણું સમારવું. ત્યારબાદ એક વાસણમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, તલનો વઘાર કરી હિંગ અને મીઠો લીમડો નાખો. આ સાથે લીલું લસણ અને લીલી ડુંગળી સાંતળીને તેમાં હળદર, મરચું, મીઠું નાખી રોટલો ઉમેરવો. બરાબર હલાવી છાસ ઉમેરવી, છાસ ખદખદે એટલે તેમાં ખાંડ ઉમેરવી અને ત્યારબાદ કોથમીર ભભરાવવી. પછી ગરમ ગરમ વઘારેલો બાજરીનો રોટલો પીરસવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો