પાંચપીપળાનાં વાગડિયા પરિવારના બે ભાઈઓએ હિમાલયના શિખરો સર કરતા ભારતનો તિરંગો લહેરાવી ગુજરાતું નામ રોશન કર્યું

જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામના વિમલ વાગડીયા અને મિલન વાગડીયાએ પોતાની પર્વતારોહણની તાલીમ પુર્ણ કરી અને ઊંચા ગણાતા શિખરોમાં વિમલ વાગડીયાની પસંદગી હિમાચલ પ્રદેશમાં આવેલ અટલ બિહારી વાજપેયી પર્વતારોહણ તાલીમ સંસ્થામાં મનાલી ખાતે થઈ અને તાલીમ પુર્ણ કરી “માઉન્ટ બાલાચંદ્રા” શિખર કે જેની ઉંચાઈ 15500 ફૂટ ઉપર જઇ તિરંગો લહેરાવ્યો હતો. તેવી જ રીતે તેમના ભાઈ મિલન વાગડીયાની પસંદગી જમ્મુ કાશ્મીરમાં આવેલ જવાહર પર્વતારોહણ સંસ્થા – પહેલગાવ થઈ ત્યાં તેમને પોતાની તાલીમ પુર્ણ કરી “માઉન્ટ શેષનાગ” શિખર કે જેની ઉંચાઈ 14500 ફૂટ છે તે સર કર્યું હતું.

બંને ભાઈઓ એ પરિવાર અને ગુજરાતું નામ રોશન કર્યું

આ બન્ને ભાઈઓએ પોતાના કોલેજકાળમાં જ પર્વતારોહણ (માઉન્ટનીપરિંગ)ની બેઝિક એડવાન્સ અને કોચિંગ કોર્ષની તાલીમ સ્વામી વિવેકાનંદ ઈન્ટીટ્યુટ ઓફ માઉન્ટનીપરિંગ માઉન્ટ આબુની સંસ્થામાં લીધેલ હતી અને અગાઉ પણ તે બન્ને ભાઈઓ દ્વારા જુદા જુદા શિખરો સર કરેલા હતા. તેમાં વિમલે 2011માં હિમાચલ પ્રદેશનું “કુગતીયાસ” શિખર જેમની ઉંચાઈ 16536 ફુટ છે અને તેમના ભાઈ મિલને 2014માં હિમાચલનું “રુંપિન” શિખર સર કરેલ છે. તાલીમના અંતે બન્ને ભાઈઓએ જુદા જુદા ઊંચા શિખરો સર કરી પોતાના પરિવાર, ગામ અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું. હાલ બન્ને ભાઈઓ જુનાગઢ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપે છે અને અન્ય રોક કલાપમિંગ કોર્ષ અને સ્પોર્ટ ટીચર તરીકે પોતાની સેવા આપે છે. થોડા સમય પહેલા સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની અત્યંત દુઃખદ ઘટના જોઈ બન્ને ભાઈઓ દ્વારા સ્કુલો અને કોલેજોમાં રેસ્ક્યુ તાલીમની શિબિરોની સેવા પણ આપી રહ્યા છે.

વિમલ વાગડિયા અને મિલન વાગડિયા

પર્વતારોહણ તથા રેસ્ક્યૂની તાલીમ

  • તાલીમનો સમયગાળો એક મહિનાનો હોઈ છે.
  • રોક કલાપમિંગ (ખડક ચઢાણ)
  • રેપલિંગ (ઉતરાણ)
  • માઉન્ટેઇન હેઝાર્ડ
  • જુમાંરિંગ
  • રિવર ક્રોસિંગ
  • સ્નો ક્રાફટ
  • આઈસ ક્રાફટ
  • સર્વાઇવલ
  • રોપ રેસ્ક્યુ
  • ફેઝ્યુલિટી
  • પહેલા 12 દિવસની તાલીમ જમીન પર
  • 18 દિવસની તાલીમ બરફમાં જ રહીને લેવાની હોય છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો