વડોદરામાં પતિએ GSTના ‘સાહેબને’ પોતાની પત્ની સાથે બેડરૂમમાં કઢંગી હાલતમાં પકડ્યો, ‘સાહેબે’ લાફા ઝિંક્યા, પતિ પત્ની બંને છે જીએસટી ઇન્સ્પેક્ટર
વડોદરામાં જીએસટી ભવનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પત્નીના બેડરૂમમાંથી GST અધિક્ષકને કઢંગી હાલતમાં પતિએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે, પતિ પણ જીએસટી ઇન્સ્પેક્ટર છે. જેપી રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
GST ઇન્સ્પેક્ટરે સહકર્મી સાથે પ્રેમલગ્ન કર્યાં હતા
મૂળ હરિયાણાના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતા રિતેશભાઇ(નામ બદલ્યુ છે) જીએસટી ભવનમાં જીએસટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2018 દરમિયાન તેમને સહકર્મી અને જીએસટી ઇન્સ્પેક્ટર સાધના(નામ બદલ્યું છે) સાથે પ્રેમ સંબંધ પાંગરતા સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતા. ત્યારબાદ બંને વચ્ચે તકરાર થતાં પતિ અને પત્ની બંને અલગ રહેતા હતા.
પત્નીએ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
વડોદરા તાંદલજા વિસ્તારમાં અલગ રહેતી સાધનાના ઘરે અવારનવાર યુવકો આવતા રિતેશે પત્નીને સમજાવવાનો પ્રયાસ કરતાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન સાધનાના ઘરે પહોંચેલા રિતેશે બંધ દરવાજો ખખડાવતા સાધનાએ દરવાજો ખોલ્યો હતો. પત્નીના બેડરૂમમાં જીએસટી વિભાગમાં ફરજ બજાવતા અધિક્ષક જશવંતકુમાર ચાલ્યા કઢંગી હાલતમાં સૂતેલો જોવા મળ્યા હતો.
GST અધિક્ષકે યુવાનને લાફા ઝીંકી દીધા
બેડરૂમમાં મળી આવેલા જશવંતકુમારને બેડરૂમમાં હાજરી બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તું કોણ પૂછનાર છે. હું તારો સાહેબ છું, તેમ કહી અપશબ્દો બોલી લાફા ઝીંકી દીધા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે. તારાથી જે થાય તે કરી લે અને જો અમારી બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું. તેવી ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે જશવંતકુમાર ચાલ્યા(રહે, સીનોવે પેલેડીયમ, વાસણા-ભાયલી રોડ, વડોદરા)વિરૂદ્ધ મારામારીને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..