વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાને કેનાલ પાસે પ્રેમી સાથે બેઠેલી સગીરાને ધમકાવી આચર્યું દુષ્કર્મ, 4ની ધરપકડ
વડોદરાના (Vadodara) સાવલીમાં પોલીસ સ્ટેશનના (Savali Police station) ત્રણ જીઆરડી જવાનોએ (GRD Jawan) પોલીસની ઓળખ આપી અને એક યુવક અને સગીરાને (Minor) ખાખરીયા કેનાલ (Khakhariya Canal) પાસે પકડ્યા હતા. દરમિયાન તેમણે આ સગીરાને અને યુવકને ધમકાવી અને પહેલાં રૂપિયા પડાવ્યા બાદમાં જીઆરડી જવાન અનિલ ગોહિલ (GRD Anil Godhil) સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયો અને યુવતી સાથે દુષ્કર્મ (Raped Minor) આચર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બનાવની વિગતો એવી છે કે વડોદરાના સાવલી પાસે આવેલી ખાખરીયા કેનાલ પર એક યુવક સગીરા ગયા હતા. દરમિયાન બાઇક પર બેસેલા આ સગીરા અને યુવકને સાવલી ચેકપોસ્ટ પરના જીઆરડી અનિલ ગોહિલ અને તેના મિત્રએ ત્યાં આવી અને ઘમકાવ્યા હતા. ત્યારબાદ તમારા માબાપને બોલાવવા પડશે એવું કહીને માર માર્યો હતો.
બંને જણાએ પોલીસની ઓળખ આપી અને પૈસાની માંગણી કરી હતી. આ જ સમયે આરોપીના અન્ય બે મિત્રો જયેન્દ્ર અને મહેશ પણ આવી પહોંચ્યા હતા. આ ચાર જણાએ પોલીસ સ્ટેશને લઈ જવા પડશે અને વધુ માર પડશે તેમ કહીને અને પૈસા માગ્યા હતા. દરમિયાન યુવક અને સગીરા હાલોલ રોડ પર આવેલા એક એટીએમ ગયા અને ત્યાંથી રૂપિયા 8,000 પડાવ્યા હતા.
મુખ્ય આરોપી જે પોતાની ગાડીમાં બેસાડી અને સગીરાને લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની કેફિયત જણાવી. ઘટના બાદ મુખ્ય આરોપી ફરાર હતો.
જોકે, આ ઘટના બાદ સગીરાના આક્ષેપ મુજબ જીઆરડી જવાન અનિલ ગોહિલ તેને પોતાની ગાડીમાં બેસાડી અને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ કર્યા બાદ ચારેય આરોપીઓ સ્થળ પરથી જતા રહ્યા હતા. સગીરાએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવતા પોલીસ મથકે ગયા હતા.
દરમિયાન ગઈકાલે પોલીસે આરોપી જયેશ ગોહિલ મહેશ વસાવા અને સંધર્ષ પટલેને પકડી પાડ્યા હતા જ્યારે મુખ્ય આરોપી અનિલ ગોહિલ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે આજે સવારે મુખ્ય આરોપીને પણ ઝડપી પાડ્યો છે. સાવલી ખાતે દુષ્કર્મની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
વડોદરાની આસપાસની કેનાલ કપલ સ્પોટ
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની નજીકમાં કેટલીક કેનાલો પસાર થાય છે. આ કેનાલ કપલ સ્પોટ છે. અહીંયા પ્રેમીઓ આવતા હોય છે. જોકે, પરિવાર પણ અહીંયા મોટી સંખ્યામાં આવે છે ત્યારે આ પ્રકારની ઘટનાના પગલે લોકોમાં ડરનો માહોલ છે. આ સાથે જ પોલીસને સહાય કરતા આવા તત્વો પ્રત્યે રોષ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..