અમેરિકામાંથી ચીની કંપનીઓની કરવામાં આવશે સામગટે હકાલપટ્ટી, અમેરિકાએ ઘડ્યો માસ્ટર પ્લાન, દુનિયામાં મચશે હાહાકાર

કોરોના વાયરસને લઈને અમેરિકા હવે ચારેકોરથી ચીનનું કામ તમામ કરવામાં લાગી ગયું છે. અમેરિકા આર્થિક મોરચે ચીનને એક પછી એક ઝાટકા આપવા લાગ્યું છે. હવે અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ ચીનની કંપનીઓ પર ડૉનાલ્ડ ટ્રમ્પનો ડોળો ઠર્યો છે.

અમેરિકી સેનેટમાં તાજેતરમાં જ એક બિલ પાસ કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે, અમેરિકા કઈ હદે ચીનને લઈને છંછેડાયું છે. અએમ્રિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના વાયરસને દુનિયા આખીમાં ફેલાવવા માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટ્રમ્પ સતત કોરોનાને લઈને ચીન પર જ ઠીકરૂ ફોડી રહ્યાં છે અને હવે તેમને સબક શિખવાડવા માટે એક પછી એક મોટા નિર્ણયો લેવા લાગ્યા છે. પહેલા અમેરિકા તેની તમામ કંપનીઓને ચીનમાંથી બહાર કાઢવા સક્રિય બન્યું છે ત્યારે હવે અમેરિકામાં રહેલી ચીની કંપનીઓને અમેરિકી શેર બહારમાંથી ડિલિસ્ટિંગ કરવા અમેરિકી સેનેટમાં એક બિલ પાસ કરવામાં આવ્યું છે. આમ થતા જ ચીનની અનેક કંપનીઓ માટે અમેરિકામાં ટકી રહેવુ લગભગ અશક્ય બનશે. જોકે આ કાયદો લાગુ કરવામાં કેટલીક કાયદાકીય અડચણો પણ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનેટમાં આ બિલને વિરોધ પક્ષ પણ ભરપુર સમર્થન આપી રહ્યો છે. અમેરિકાના આ પગલાથી અમેરિકાના શેર બજારમાં લિસ્ટેડ ચાઈનીઝ કંપનીઓ માટે ભારે મુશ્કેલી ઉભી થશે. આ બિલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અમેરિકી કંપનીઓમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાને લગભગ 800 ચીની કંપનીઓ અમેરિકન સ્ટોક એક્ચેંજમાં લિસ્ટેડ છે. અમેરિકાના આ નિર્ણયથી અલીબાબા અને બાયડૂ જેવી દિગ્ગજ ચીની કંપનીઓને જોરદાર ઝાટકો લાગી શકે છે. એટલુ જ નહીં અમેરિકાના આ પગલાથી દુનિયાભરના શેર બજારોમાં હાહાકાર મચી શકે છે.

અમેરિકાના આ નિર્ણયથી અનેક મોટા અમેરિકી ફંડ કે જે ચીની કંપનીએઓમાં રોકાણ કર્યું છે તેમને પણ ભારે આંચકો લાગી શકે છે. કારાન કે અનેક ચીની કંપનીઓ અમેરિકી શેર બજારમાં સારૂ પ્રદર્શન કરી રહી છે. જેમાં મોતા પાયે અમેરિકી રોકાણકારો પણ છે. અમેરિકાનું કહેવું છે કે, દેશના આ રોકાણકારોએ હવે અમેરિકી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ.

આ અગાઉ આ સપ્તાહે જ અમેરિકી કંપનીઓને ચીનમાંથી પાછી અમેરિકા લાવવા માટે કોંગ્રેસમાં ઈક બિલ રજુ કરવામાં આવ્યું છે. અમેરિકમાં શક્તિશાળી માનવામાં આવતા સાંસદ માર્ક ગ્રીને આ બિલ કોંગ્રેસમાં રજુ કર્યું હતું. સાંસદનું કહેવું છે કે, અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે પોતાને ત્યાં રોકાણકારોને આકર્ષિત કરવા જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો