ભારતને અડીને આવેલા અરબી સમુદ્રમાં માછીમારી બોટ પર AK-47નો જથ્થો પકડાયો, 1400 AK-47 અને 2,26,000 રાઉન્ડ દારૂગોળો કયાં તબાહી મચાવવા જતો હતો?

ભારતને અડીને આવેલા અરબી સમુદ્રમાં AK-47ની મોટી દાણચોરી પકડાઈ છે. અમેરિકન નૌસેનાએ કહ્યું છે કે તેમના પાંચમાં કાફલાને પેટ્રોલિંગ દરમિયાન ઉત્તરી અરબી સમુદ્રમાંથી 1400 AK-47 રાઈફલ્સ અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ રાઈફલો માછીમારની બોટ પર છુપાવવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે આ બોટ કોઇપણ દેશમાં નોંધણી વિના દરિયામાં ફરી રહી હતી. નૌસેનાએ દાવો કર્યો છે કે આ AK-47 રાઇફ્લોને યમનમાં હુતી વિદ્રોહીઓને મોકલવામાં આવી રહી હતી. જેની પર શંકા વ્યકત કરવામાં આવી છે કે તેનું ઉત્પાદન ઈરાનમાં કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જહાજમાં કોમર્શિયલ શિપિંગ અને તેમના નેવિગેશનને જોખમમાં મૂકવાની શંકા હતી. આવી સ્થિતિમાં જહાજમાંથી ક્રૂ અને હથિયારો હટાવ્યા બાદ તેને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવ્યું હતું. આ વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ અમેરિકન નૌસેનાએ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુ.એસ. વિન્સટર્ન એસ ચર્ચિલ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સોમાલિયાના દરિયાકિનારે એક સ્ટેટલેસ જહાજમાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં AK-47 અસોલ્ટ રાઈફલ્સ, લાઈટ મશીન ગન, રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર અને હેવી સ્નાઇપર રાઈફલ્સ સહિત અન્ય ઘણા હથિયારો મળી આવ્યા હતા.

માછીમારી બોટ પર કેમ શંકા પડી?
અમેરિકન નૌસેનાએ અહેવાલ આપ્યો છે કે અરબી સમુદ્રના ઉત્તરીય ભાગમાં યુ.એસ.એસ. ટેમ્પેસ્ટ (પીસી 2) અને યુ.એસ.એસ. ટાયફૂન (પીસી 5) દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ માછીમારી બોટ જોવા મળી હતી. આ બોટ પર કોઈ જ દેશનો ધ્વજ ન હતો. મેરીટાઈમ ટ્રાફિક મોનિટરિંગ સંસ્થાઓ પાસે આ બોટની નોંધણી ન હતી. બોટની શંકાસ્પદ હિલચાલ જોઈને જ્યારે અમેરિકી નૌસેના જવાનો જ્યારે તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને 1400 AK-47 એસોલ્ટ રાઇફ્લો અને ઓછામાં ઓછા 2,26,000 રાઉન્ડ દારૂગોળો મળી આવ્યો હતો.

હથિયારોનો જથ્થો ક્યાં મોકલવામાં આવતો હતો?
અમેરિકી નૌસેનાએ કહ્યું કે ઉત્તરી અરબી સમુદ્રના આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન દરેક જહાજ માટે ધ્વજ લહેરાવવો ફરજીયાત છે.  પરંતુ આ માછીમારી બોટ પર કોઈ ધ્વજ નથી. જહાજ પર પકડાયેલા પાંચ ક્રૂ સભ્યોની ઓળખ યમનના નાગરિક તરીકે કરવામાં આવી છે. નૌસેનાએ કહ્યું છે કે આ લોકોને સંબંધિત દેશમાં પરત મોકલી દેવામાં આવશે. આ હથિયારો યમનમાં કાર્યરત હુતી વિદ્રોહીઓને મોકલવામાં આવી રહ્યા હતા. યમનના આ આતંકવાદીઓ છેલ્લા ઘણા સમયથી ઈરાનની મદદથી સમગ્ર દેશમાં આતંક ફેલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાની સેના પણ આ જૂથો સામે યુદ્ધ લડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો