અમેરિકામાં 3 વૃક્ષ કાપનાર દંપતીને કોર્ટે 4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. ત્રણમાંથી એક વૃક્ષ તો 180 વર્ષ જૂનું હતું
આજે મનુષ્યો પોતાની સુખ સગવડતા વધારવા માટે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. અમેરિકામાં થોમસન દંપતીએ પોતાના ઘરને નવો લુક આપવા માટે ત્રણ ઓક ટ્રી કાપી નાખ્યાં. આ ત્રણમાંથી એક વૃક્ષ 180 વર્ષ જૂનું હતું. દંપતીએ વૃક્ષ કાપીને ફરીવાર તેને ઉગાડવાના વાયદા કર્યા હતાં, પરંતુ તેઓ નિષ્ફ્ળ રહ્યાં. કેલિફોર્નિયાની સોનામા કાઉન્ટીની કોર્ટે બંનેને પર્યાવરણનું નુકસાન પહોચાડ્યું હોવાથી દોષી કહીને 4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ ઝાડ સામાન્ય રીતે ઘર કે રસ્તાને સુશોભિત કરવા માટે વપરાય છે.
કોર્ટમાં આ કેસ સોનામા લેન્ડ ટ્રસ્ટે કર્યો હતો. જજ પેટ્રિક બ્રાડેરિકે 56 પેજના નિર્ણયમાં ટ્રસ્ટની તરફદારી કરીને કહ્યું કે, વૃક્ષને કાપવાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. આડેધડ વૃક્ષ કાપવાં એ વાત અસહ્ય છે. થોમસન દંપતીની 34 એકરની જમીનમાં આ વૃક્ષ કાપવામાં આવ્યાં હતાં.
દોષી દંપતીના વકીલ રિચાર્ડ ફ્રીમેને કહ્યું કે, 2014માં વૃક્ષ કાપવાની સમસ્યા સામે આવી હતી. પાડોશી દ્વારા ટ્રસ્ટને ખબર પડી હતી કે, બુલડોઝર અને અમુક ભારે વાહનોની મદદથી વૃક્ષને જમીનદોસ્ત કર્યાં હતાં. માત્ર 3 ઓક ટ્રી જ નહીં, પરંતુ અન્ય ઝાડને પણ ક્ષતિ થઈ હતી.
ઓક ટ્રીથી દંપતીને કોઈ પ્રોબ્લમ નહોતો, પણ તે નવા ઘરના રસ્તામાં તે વૃક્ષ ઊગાડવા માગતા હતાં. દંપતીએ તેમના બચાવમાં કહ્યું કે, અમે વૃક્ષને બચાવવા માગતા હતાં, કારણકે તેની નજીકથી હાઈટેન્શન તાર પસાર થતા હતા.
પોતાને નિર્દોષ સાબિત કરવા વર્ષ 2014થી તેમણે ઘણી દલીલો કરી હતી., પણ કોર્ટ સામે તેમનું કંઈ ચાલ્યું નહીં. પર્યાવરણને નુકસાન પહોંચાડવાના મામલે દોષી કહીને કોર્ટે દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનું કહેવું હતું કે, આ દંપતી ટ્રસ્ટની તપાસમાં અડચણરૂપ પણ બન્યું હતું.