એરફોર્સમાં કામ કરતી સુરતી યુવતિએ અફવા ફેલાતી રોકવા યાચના કરી

સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ એવી યાચના કરવી પડી કે તેના નામથી કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે. એ પોતે કોઇ સ્ટ્રાઇક મિશનમાં ન હતી. ખોટા સંદેશાઓ નહીં પ્રસરાવવા માટે તેણે લોકોને અપીલ કરવી પડી હતી. એ યુવતિએ કહેવું પડ્યું કે તે બિમાર છે અને રજા પર છે.

ઉર્વિશા જરીવાળા નામની સુરતની યુવતિ હાલમાં ઇન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે અને તેના નામે આજે સવારથી જ ખોટા મેસેજ ફેલાવવાના શરૂ કરતા મોડી સાંજે ઉર્વિશા જરીવાળાએ તેના ફેસબુક હેન્ડલ પર આ રીતે સ્પષ્ટતા કરવી પડી હતી. જે અત્રે પ્રસ્તુત છે.

અમે જ્યારે આ ફોટાને ગુગલમા રિવર્સ સર્ચ કરિને જોયું ત્યારે અમને ભારત રક્ષકની વેબસાઈટ માંથી ફોટામાં રહેલિ યુવતીની માહિતી મળી.. જે સ્નેહા શેખાવત નામની ઓફીસર છે.. જેની વિગત તમે નીચે જોય શકો છો..

A website called Bharat Rakshak, which contains a database of military personnel and officers, has listed Shekhawat as an IAF officer and has used the same photo in her profile.

તો મિત્રો અમે પણ બીજાની જેમ જોયા વગર આ ન્યૂઝ મુકી દિધી હતી.. જે બદલ અમે માફિ માંગીએ છીએ અને અત્રે તમારી સામે સાચી માહિતી મુકીએ છીએ..

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો