પોલીસકર્મીએ શોધી કાઢ્યો બાળકની દિવાળીને હેપ્પી કરનાર IDEA
(યૂપી) દિવાળીમાં બજાર સજાવેલું હતું. આશૂ નામનો બાળક તેના ભાઈ સાથે ફૂટપાથ પર દિવડા વેચી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની એક ટીમ પેટ્રોલિંગ માટે નીકળી. આ ટીમમાં પોલીસ અધિકારી નીરજ કુમાર પણ હતા. જે લારીઓને વ્યવસ્થિત લાઈન લગાવવાની સૂચના આપી રહ્યાં હતા. તેની નજર ફૂટપાથ પર બેઠેલા બે માસૂમ પર પડી. આ બંને બાળકો ગ્રાહકોની રાહ જોઈ રહ્યાં હતા. પોલીસને જોઇને બાળકો ડરી ગયા અને તેની આંખમાં આંસુ આવી ગયા. બાળકોને લાગ્યું કે તેને પોલીસ આ જગ્યા પરથી હટાવી દેશે. બાળકની માસૂમિયત જોઇને પોલીસ અધિકારી નીરજ કુમાર તેની પાસે ગયા અને ખૂબ જ પ્રેમથી તેનું નામ પુછ્યું. પિતા વિશે પણ પૂછ્યું. તેને જણાવ્યું કે મારૂ નામ આશૂ છે. મા પિતા નથી અને મા મજુરી કરે છે અને આવી સ્થિતિના કારણે અમે દિવડા વેચી રહ્યાં છીએ. જેથી અમે પણ દિવાળી મનાવી શકીએ. જો કે મારો સામાન કોઈ નથી ખરીદી રહ્યું.
બાળકની બાજુમાં ઉભા રહીને પોલીસે ગ્રાહકોને બોલાવ્યા
– બાળકને હજું પણ ડર લાગતો હતો કે પોલીસ તેની દુકાન હટાવવા માટે આવી છે. બાળકે કહ્યું, અંકલ અમારા દિવા વેચાઈ જશે. તો અમે અહીથી જતાં રહીશું. બહુ સમયથી બેઠા છીએ પરંતુ દિવા નથી વેચાઈ રહ્યાં. અમે દિવાળી કેવી રીતે મનાવીશું, અમને અહીંથી ન હટાવો.
– નીરજ કુમારે જણાવ્યું કે, દીવાનો શું ભાવ છે મારે ખરીદવા છે. પોલીસ અધિકારીએ દિવા ખરીદ્યા. તેની સાથે રહેલા અન્ય પોલીસકર્મીએ પણ દીવા ખરીદ્યા. આટલું જ નહીં ત્યારબાદ નીરજ કુમાર બાળકની પાસે ઉભા રહીને ગ્રાહકોને દિવડા ખરીદવાની અપીલ કરવા લાગ્યાં. જોત-જોતામાં તો બાળકના બધા જ દિવડા વેચાઈ ગયા. જેમ-જેમ દિવડા વેચાઇ રહ્યાં હતા બાળકના મોં પર મુસ્કાન આવી રહી હતી.
– જ્યારે બધા જ દિવડા વેચાઈ ગયા બાદ પોલીસ અધિકારીએ બાળકોને દિવાળી ગિફ્ટની સાથે થોડી રકમ અલગથી પણ આપી. પોલીસકર્મીઓના આ સુંદર પ્રયાસથી ગરીબ બાળકોની દિવાળી રોશન થઈ ગઇ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.