પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું ઠીકરું ફરી એકવાર PM મોદીએ કોંગ્રેસ પર ફોડ્યું, કહ્યું દેશમાં તેલના કૂવા નથી
ઓઇલના વધી રહેલાં ભાવોને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે આગલી સરકારોએ આ વાત પર બિલકુલ ધ્યાન આપ્યું નહોતુ, દેશમાં ઓઇલના કુવા નથી, એટલે વિદેશી ઓઇલ પર આધાર રાખવો પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું ઠીકરું ફરી એકવાર PM મોદીએ કોંગ્રેસ પર ફોડી દીધું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેલના કુવા નથી, અમે બહારથી ક્રુડ ઓઇલને મંગાવીએ છીએ. તેની પર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એ લોકોએ ક્યારેય ધ્યાન જ ન આપ્યું. શેરડીની મદદથી વધારેમાં વધારે ઇથોનોલ બનાવી શકાય જેને પેટ્રોલમાં મિક્સ કરી શકાય છે. પણ આ લોકો શેરડીમાંથી માત્ર ખાંડ જ બનાવતા રહ્યા.
PM મોદીએ તેમના સંબોધનમાં આગળ પણ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણીને કારણે મને અનેક વખત ઉત્તર પ્રદેશ આવવાની તક મળી છે. યુપીમાં આ વખતે જે પ્રકારે ચૂંટણી થઇ રહી છે તેને ઘોર પરિવારવાદી સમજી શકતા નથી. આ વખતે ચૂંટણી ઘોર પરિવારવાદ અને ઘનઘોર રાષ્ટ્રભક્તો વચ્ચેની છે.
PM મોદીએ કહ્યું કે આ વખતની ચૂંટણીમાં પરિવારવાદીઓની સામે દલિત, શોષિત પીડિત, વંચિત બધા એકજૂટ છે. તેમણે કહ્યું કે પરિવારવાદીઓ સામે પછાત વર્ગ તો એકજૂટ છે જ પરંતુ સામાન્ય વર્ગે પણ તેમને પછડાટ આપવાનું નક્કી કરી લીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના શાસન દરમ્યાન આતંકવાદી કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર પોતાના કામને અંજામ આપી દેતા હતા. PM મોદીએ એ પણ દાવો કર્યો કે વિપક્ષ કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટને પણ સાંપ્રદાયિક ચશ્માથી જુએ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ડબલ એન્જિન સરકાર છે જે યુપીના 9 કરોડથી વધારે પછાત, 3 કરોડ દલિત ભાઇ બહેનો અને સામાન્ય વર્ગના 3 કરોડ લોકોને મફતમાં અનાજ આપી રહી છે. મુશ્કેલીના સમયમાં જે પોતાના હોય તે જ સાથ આપતા હોય છે જે પારકાં હોય છે તે ઘોર પરિવારવાદીઓની જેમ ઘરમાં ભરાઇ રહેતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..