ચૂંટણીસભામાં ફરજ બજાવતા પોલીસકર્મીએ રાજીનામું આપી દીધું, કહ્યું- ભાજપ વાળા લોહી પી ગયા છે

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની સીઝન ચાલી રહી છે. ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ચૂંટણીના સમય પર તમામ પાર્ટીઓ પોતાની પાર્ટીને મજબૂત કરવા તરફ લાગી રહી છે. આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટીની સીધી ટક્કર હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં રાજકારણ વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી એક પોલીસકર્મીની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ પોલીસકર્મીએ સમાજવાદી પાર્ટીની ચૂંટણી જનસભામાં પહોંચીને પોતે રાજીનામું આપી દીધું હતું. આ સભા દરમિયાન વન વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મી અજીત ભાડાનાએ ભાજપના કાર્યકર્તાઓએ હેરાનગતિનો આરોપ લગાવ્યો છે અને તેજ સમયે પોતે રાજીનામું આપી દીધું હતું.

જે જન રક્ષકો પોલીસકર્મીઓના શિરે જનતાની મુશ્કેલી અને પરેશાની દૂર કરવાની જવાબદારી છે તે પોલીસકર્મી મુશ્કેલીમાં મુકાય તો તેમની રક્ષા કોણ કરે. ત્યારે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સામે આવ્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશના બુલંદશહેરની છે. જ્યાં વન વિભાગમાં ફરજ બજાવતો એક પોલીસકર્મી અજીત ભાડાનાએ ભાજપના ધારાસભ્ય પર જબરજસ્તીથી ભાજપને વોટ અપાવવાના પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.

આ કારણે જ પોલીસકર્મીએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને પોતાની વર્દી ઉતારીને સમાજવાદી પાર્ટીની લાલ ટોપી ધારણ કરી લીધી છે. જણાવી દઈએ કે, મેરઠ જિલ્લાના હસ્તિનાપુર વિધાનસભામાં વિસ્તારમાં RLD અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર યોગેશ વર્માની ચૂંટણી સભા ચાલી રહી હતી તે સમયે પોલીસકર્મી અજીત ભાડાનાએ ભાજપ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો.

પોલીસકર્મી અજીત ભાડાનાએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, હું આ સમાજ માટે રાજીનામું આપી રહ્યો છું. આ ભાજપવાળાઓએ મારું લોહી પીધું છે. કાલે મને અશોક કટારીયાજીનો ફોન આવ્યો હતો કે, તમે ક્યા છો. ત્યારે મેં કહ્યું કે, ફરજ પર છું. મેં મારૂ રાજીનામું અધિકારીઓને મોકલી આપ્યું છે. આ ભાજપનું સાશન ગુર્જરો માટે ખૂબ જ ખરાબ છે. ભાજપ આવ્યા બાદ ગુર્જરોને સરકાર નોકરીમાં કોઈ મોકો મળ્યો નથી. તેમને એમ પણ જણાવ્યું હતું કે, મારા સમાજના સન્માનીય મંત્રી છે તેવા ભાજપના અશોક કટારીયાનો ફોન મને આવ્યો. પૂછ્યું કોને મત આપી રહ્યા છો. તેઓ નોકરી આપવાથી તો રહ્યા છે. મને જણાવો કે તેમની મિલની અંદર એક પણ વ્યક્તિને નોકરી પર રાખ્યો હોય તો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો