અમદાવાદમાં રોડ કપાતના વિરોધ માટે નાગરિકો દ્વારા અનોખો વિરોધ, કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય
નારણપુરા ગામથી નારણપુરા ક્રોસિંગ સુધી રોડ કપાતના વિરોધ માટે નાગરિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં નારણપુરાના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં વિવાદ ઉભો થતાં સ્થાનિક રહીશો મેદાને પડયા છે.
કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય
રહીશોએ પોસ્ટરો અને બેનરો લગાવીને વિરોધ કરતા સ્થાનિક કોર્પોરેટરોએ કોર્પોરેશનના દબાણ ખાતાની ટીમને બોલાવીને પોસ્ટરો અને બેનરો ઉતારી લેતા વાતાવરણ તંગદીલી ભર્યુ થઈ ગયું છે. હાલ કોર્પોરેશન દબાણ ખાતાના અધિકારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે બોલા ચાલી ચાલી રહી છે અને આખો મામલો મુખ્યમંત્રી સુધી લઈ જવાનું સ્થાનિક રહીશોએ માગણી કરી છે.
વિવાદ ઉભો થતાં સ્થાનિક રહીશો મેદાને પડયા છે
ઉલ્લેખનિય છે કે નારણપુરા ક્રોસિંગ પછીનો રોડ 50 ફૂટનો હોવાથી કોઈ કનેક્ટિવિટી મળતી નથી. તેથી નારણપુરા ગામથી નારણપુરા ક્રોસિંગ સુધીનો રોડ 100 ફુટનો કરવામાં આવે તો ધંધા-રોજગારને મોટી અસર થાય એમ છે. તેમાં નારણપુરાના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિવાદ ઉભો થતાં સ્થાનિક રહીશો મેદાને પડયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..