4 સ્ટુડન્ટે બનાવ્યુ અનોખુ હેલ્મેટ, અકસ્માત થાય તો પરિવારને કરી દેશે જાણ
વડોદરા શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે ટેક ફેસ્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના એક હજાર જેટલાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અકસ્માત બાદ મદદ માટે મેસેજ કરતા સેન્સરવાળા હેલ્મેટના પ્રોજેક્ટે આકર્ષણ જમાવ્યુ હતુ. રૂપિયા 15 હજારની કિંમતમાં તૈયાર થયેલુ હેલ્મેટ અકસ્માત થાય તો 4 મોબાઇલ નંબર પર મેસેજ કરીને જણાવી દે છે. અને અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ મળી શકે છે.
અકસ્માત થાય તો હેલ્મેટ 4 નંબર પર મેસેજ કરીને જણાવશે
વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલા હેલ્મેટનું સેન્સર અકસ્માત થતાં જ એક્ટિવ થઇ જશે અને તેમાં મુકેવામાં આવેલુ સિમકાર્ડ એડ કરેલા 4 મોબાઇલ નંબર પર હેલ્પ માટેનો મેસેજ અને લોકેશનની માહિતી પહોંચતી કરી દેશે. જેને કારણે બાઇક ચાલકનો જીવ બચવાની સંભાવનામાં વધારો થશે.
આ સ્માર્ટ હેલ્મેટમાં કેમેરો પણ મુકાવામાં આવ્યો છે. આ કેમેરા જો કોઇ અકસ્માત કરીને ભાગી જાય તો તેને પણ રેકોર્ડ કરી તેને પકડવામાં મદદ કરશે. પારૂલ યુનિવર્સિટીના મિકેનિકલ વિભાગમાં અભ્યાસ કરતા યશ, ઋત્વિક, જૈનેશ અને વત્સલે બનાવ્યું છે.
અકસ્માત થાય તો હેલ્મેટ 4 નંબર પર મેસેજ કરીને જણાવશે, જીવ બચાવવા કરશે મદદ…
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો