કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોન્ચ કરી એવી કાર જે ચાલશે 1 રૂપિયા પ્રતિ કિમી, જાણો વિગતે..
Toyota Kirloskar Mirai એ દેશની પ્રથમ ગ્રીન હાઈડ્રોજન ફ્યૂલ કારને બુધવારે લોન્ચ કરી હતી. આ કારને દેશની ગેમ ચેન્જર કારના રૂપમાં જોવા મળે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પૂરી અને ઉર્જા મંત્રી મહેન્દ્ર નાથ પાંડે કારને લોન્ચ કરી હતી.
ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારને હાલમાં પાયલટ પ્રોજેક્ટના સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. આ કારનો પ્રોજેક્ટ સફળ થયા બાદ આગામી સમયમાં દેશભરમાં આ ગાડીઓનું વેચાણ કરવામાં આવશે. આ રીતે કારને ચલાવવું પેટ્રોલ અને CNGની તુલનામાં સસ્તું રહેશે.
Union Ministers Nitin Gadkari along with Hardeep Singh Puri & R.K. Singh inaugurated a pilot project on Hydrogen-based advanced Fuel Cell Electric vehicles in New Delhi. The project will be conducted by Toyota Kirloskar Motor & International Center for Automotive Technology pic.twitter.com/q4lNilysAr
— ANI (@ANI) March 16, 2022
પેટ્રોલ અને CNGનો ખર્ચ
ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કાર ચલાવવાનો ખર્ચ 1 રૂપિયા પ્રતિ કિમીથી પણ ઓછો થશે, જ્યારે પેટ્રોલ પર ચાલતી કારનો ખર્ચ 5-7 રૂપિયા પ્રતિ કિમી આવે છે. તેમજ, CNG કારોનો ખર્ચ 3 થી 4 રૂપિયા પ્રતિ કિમી સુધી હોય છે.
ઈલેક્ટ્રીકલ વ્હીકલથી વધુ સ્પીડ રહેશે
ટોયોટાએ આ કારને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમેટીવ ટેકનોલોજીની સાથે મળીને તૈયાર કર્યું છે. આ દેશની પ્રથમ Green Hydrogen Fuel Cellથી ચાલતી કાર છે. ખાસ વાત એ છે કે, ઇલેક્ટ્રિકલ વ્હીકલની તુલનામાં આની સ્પીડ વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પ્રતિ કિમી 1 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં ચાલશે કાર
આ ન્યૂ લોન્ચ કારમાં 5 મિનિટમાં હાઇડ્રોજન ભરાઈ જશે, જેના થકી આ કાર 550 કિમી સુધી ચાલી શકશે. પરિવહન મંત્રીએ કહ્યું કે, હાલમાં 6 થી 7$ માં (અંદાજે 550 રૂપિયા) 1 કિલો હાઇડ્રોજનથી 550 કિમી સુધી કાર ચાલશે. 500 રૂપિયામાં 550 કિમી સુધીની મુસાફરી કરવામાં એક કિમીનો ખર્ચ અંદાજે 90 પૈસા થશે. જેમ-જેમ ટેકનોલોજી એડવાન્સ થશે તેમ કાર સસ્તી થશે અને લોકોને પેટ્રોલ-ડીઝલથી છૂટકારો મળશે. ગાડીઓ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે તો કોઇ પણ પ્રદૂષણનો ખતરો રહેશે નહીં અને પેટ્રોલ-ડીઝલની અછત પણ સર્જાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..