સુરતમાં રત્નકલાકારનો આપઘાત: લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

સુરતમાં એક રતનકલાકારે લગ્નની પ્રથમ એનિવર્સરીના ચોથા દિવસે જ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. પરિવારની જાણ બહાર લીધેલી બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા કડક ઉઘરાણીને લઈ મેહુલ દેવગણિયા નામના યુવકે માનસિક તણાવમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે ઘટના બાદ જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રત્નકલાકાર યુવકના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
પરિવારે જણાવ્યું હતું કે, મેહુલ દેવરાજ દેવગણિયા (ઉ.વ. 27) નિલકંઠ સોસાયટી કતારગામનો રહેવાસી હતો. જ્યાં તે માતા-પિતા, નાના ભાઇ અને પત્ની સાથે રહેતો હતો. મેહુલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. સૌરાષ્ટ્રના મહુવાના વતની મેહુલ રત્નકલાકાર તરીકે કામ કરી આખા પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. જોકે ઘરના કમાઉ સદસ્યના મોતા બાદ પરિવારે આર્થિક સહારો ગુમાવી દીધો છે.

​​​​​​​પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, મેહુલ પાસે બેન્ક વાળા 10 દિવસથી ઉઘરાણી કરતા હતા. જોકે કેટલાની લોન હતી એ બાબતે કશી જ ખબર ન હતી. મેહુલે જહાંગીરપુરા કનાદ ફાટક નજીકની નહેર પર મિત્ર સાથે ગયા બાદ મિત્રની નજર ચૂકવી ઝેરી દવા પી લીધી હતી. જોકે દુર્ગંધ આવતા મિત્ર એ દબાણથી પૂછતા, મેહુલે ઝેરી દવા પીધી હોવાનું જણાવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જઈને પરિવારને જાણ કરાઈ હતી. જોકે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો અને ટૂંકી સારવાર બાદ મેહુલનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો