લંડનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છીઓની બોલબાલા

સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ એવો કિઈ દેશ હશે કે જયાં કચ્છી કે ગુજરાતી ન હોય એટલા માટે જ કદાચ આ શબ્દો સૌના મોઢે ગવાય છે કે “અમે લહેરીલાલ – ગુજરાતીઓની બોલ…”

વિશ્વમાં બ્રિટીશ સામ્રાજયનું અલગ અસ્તિત્વ છે ત્યારે આ અસ્તિત્વમાં ભારતીયોનું ખુબ જ યોગ્દાન રહેલ છે. તેમાં કચ્છી અને ગુજરાતીઓનું મુખ્ય ફાળો છે.

હાલમાં જયારે લંડનમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં મુખ્યત્વે બે પાર્ટી કન્ઝવેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચેનો મુખ્ય મુકાબલો હતો. જેમાં ૩ સીટો માટે સીધો મુકાબલો યોજાયેલ હતો. જેમાં લેબર પાર્ટીની ૩૨, કન્ઝવેર્ટીવ પાટીની ૨૭, લીબેરલ ૧ તથા અપક્ષ ૩ ચુંટાણા હતા. આ ચુંટણીમાં કચ્છીઓનો દબદબો રહયો હતો. જેમાં ખાસ કરીને ચાર ઉમેદવારો સારી એવી સરસાઈથી વિજય થયા હતા.

ચુંટણીના પ્રચાર અર્થે યુરોપના વડાપ્રધાન શ્રી થેરેસા તેમના પતિ ફિલી૫ મે તથા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોબ બહેકમેન, રિચર્ડ બાન૫ કે જેઓ કચ્છના વિજયી ઉમેદવાર શ્રી કાન્તીભાઈ રાબડીયા નજીકના મિત્ર હોઈ, શ્રી કાન્તીભાઈ સાથેના ત્રણેય ઉમેદવારોના પ્રચાર માટે તેઓશ્રી સાથે વીણા મીથાણી, વિપીન મીથાણી જોડાયા હતા.

જયારે આ ડિઝીટલ મિડીયા યુગમાં પ્રથમ વખત NRI કચ્છ ફેસ્ટીવલ કાઉન્સીલના મેમ્બર્સે આ ઉમેદવારો માટે વિડીયો કોલીંગ કેન્વાસીગમાં કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ ઠકકર, વિનોદ ગોરસીયા, વિનોદ પીંડરીયા, હર્ષદ ઠકકર (હકકી) તથા આર.ટી.આઈ.ના હરીશ આહીર તેમજ કોમ્યુટર સોફવેર ઈજિનીયર ધીરજભાઈ રાબડીયા તથા નિલેશ સોલંકી જયારે યુ.કે. તથા અન્ય દેશોમાંથી પ્રચાર અર્થે મનસુખ ગરસીયા, કાન્તાબેન ભુડીયા, કોમલ રાબડીયા અને મંજરીબેન સોની જોડાયા હતા.

જયાં સુધી કચ્છને લાગે છે વળગે છે ત્યાં સુધી આ બ્રિટન શાપીત રાજય લંડનમાં ચાર કચ્છી પટેલ સ્થાનિક ચૂંટણીમાં વિજય થયા છે.

તેમાં મૂળ વાડાસરના શ્રી કાન્તીભાઈ રાબડીયા કે જેઓ લંડનના અલગ અલગ ગર્વમેન્ટ તેમજ સ્થાનિક રીસ્ક મેનેજમેન્ટ એન્ડ કેબીનેટ આસ્લિટન્ટ મેમ્બર ઓફ ફાયનાન્સ અને વાઈસ ચેરમેન ઓફ ગર્વનરના મેમ્બર તરીકે લગાતાર સેવાઓ આપી રહયા છે અને આ સેવાઓ નજરે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ શ્રી કાન્તીભાઈ રાબડીયાને કેન્ટન વેસ્ટ વોર્ડમાંથી બીજી વખત વિજયી બનાવ્યા છે. જયારે કેન્ટન ઈસ્ટ વોર્ડમાંથી મૂળ માંડવી – કચ્છના શ્રી નિતેષ હિરાણી કે જેઓ પટેલ સમાજમાં શેડો કેબીનેટ આસિસ્ટન્ટ તરીકે કલ્ચરની સેવાઓ સાથે તથા મૂળ માધાપરના શ્રી ચેતનાબેન હાલાઈ કે જે ઓ મહિલા સમાજ સાથે સંકળાયેલા હોઈ પ્રથમ વખત વિજયી થયા હતા તેમજ ડબન હિલ વોર્ડ, બ્રેન્ટમાં મૂળ કેરા ગામના શ્રી જયેશ હિરાણી કે જે ઓ ત્યાંની યુવા પ્રવૃતિઓ સાથે સંકળયેલા હોઈ વિજયી થયા હતા.

વિજયી ઉમેદવારોને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરીયા, એન.આર.આઈ. કચ્છ ફેસ્ટિવ કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ ઠકકર, માજી નગરપતિ શ્રી શંકરભાઈ સચદે, સપ્તરંગના પ્રમુખ શ્રી ઝવેરીલાલ સોનેજી, પટેલ ચોવીસીના અગ્રણીઓ શ્રી ગોપાલભાઈ ગોરસીયા, શ્રી અરજણભાઈ પીડોરીયા, શ્રી આર.આર.પટેલ, શ્રી આર.એસ. હિરાણી, શ્રી કે.કે. હિરાણી તથા શ્રી પ્રવિણભાઈ પીંડોરીયાએ શુભેચ્છા પાઠવી હતી.

પ્રત્યુત્તરમાં સતત બીજીવાર ચૂંટાયેલા અને બ્રિટનના વડાપ્રધાન સાથે નજીકના સંબંધ ધરાવનાર શ્રી કાંતિભાઈ રાબડીયાએ ત્યાંના સ્થાનિક લોકો અને ખાસ કરીને આ વખતની ચુટંણીમાં પ્રથમ વખત “ડીઝીટલ વીડીયો કેનવાસીંગ NRI કચ્છ ફેસ્ટીવલ કાઉન્સીલના મેમ્બર્સે કરી દરેક કચ્છી ઉમેદવારોને વિજય બનાવવા જે જહેમત ઉઠાવી હતી તેમનો અંતઃપુર્વક આભાર માન્યો હતો, અને આ અંગે તેઓ શ્રીએ વડાપ્રધાનશ્રી નો ધ્યાન દોરી ફેસ્ટીવલ કાઉન્સીલ માટે પ્રશંસા મેળવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો