પોળો જંગલની નદીમાં ન્હાવા પડેલા એકજ ગામના 2 યુવાનોનાં ડૂબી જવાથી મોત, સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે હરવા ફરવાના શોખીન કેટલાંક લોકો આ સિઝનમાં વિવિધ કુદરતી સ્થળે ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ક્યારેક આવી જગ્યાએ આવેલા મુસાફરોના મોતના પણ સમાચાર આવાત રહેતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરના પોળો જંગલમાં આવેલી નદીમાં ડૂબી જવાથી બે યુવાનોનાં મોત થયા છે. આ બંને યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની વિગત એવી છે કે, સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા ગામમાં રહેતા યુવરાજસિંહ ચૌહાણ અને દશરથસિંહ ચૌહાણ બંને મૃતકો સહિત ઈકો કારમાં કુલ 11 યુવાનો વિજયનગરમાં આવેલા પોળો જંગલમાં ફરવા માટે આવ્યા હતા. જંગલમાં ફરતી વખતે નદીમાં લોકોએ ન્હવાની ઈચ્છા રજૂ કરી. તો નદીમાં ન્હાવા પડ્યા હતા. એવામાં યુવરાજસિંહ અને દશરથસિંહ નદીના પાણીમાં આકસ્મિક રીતે ડૂબી ગયા હતા.

જે બાદ લોકોએ બૂમાબૂમ કરી દીધી હતી. એટલી વારમાં આસપાસના લોકો દોડી આવ્યા અને ડૂબી રહેલાં બંને યુવાનોને ભારે જહેમત બાદ નદીના પાણીમાંથી બહાર કાઢ્યા. જો કે, બંનેના શરીરમાં પાણી ઘુસી ગયુ હોવાથી 108ને જાણ કરી અને બાદમાં ચોરીવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રએ લઈ જવામાં આવ્યા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા.

એક જ ગામના બે યુવાનોના મોત બાદ કોઠાસણા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મહત્વનું છે કે, મૃતક યુવરાજસિંહ પરિવારનો એકનો એક પુત્ર હતો અને દોઢ વર્ષ પહેલાં જ તેના પિતાનું પણ મોત થયુ હતુ. પરિવારે પહેલાં પિતા અને હવે દીકરો ગુમાવતા આખા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો