જામનગરના અલિયાબાળામાં કેશુભાઈ કોળી નદીમાં ડુબ્યા, બચાવવા માટે અજિતસિંહ જાડેજાએ નદીમાં છલાંગ લગાવી, બંનેના ડૂબી જતા મોત

છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને કારણે જનજીવન અસ્તવ્યવસ્ત થઇ ગયું છે. વરસાદ એટલો પડ્યો કે નદી-નાળાથી લઇને ચેકડેમ અને તમામ મોટા ડેમો છલકાઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. જો કે આશિર્વાદ સમાન વરસાદ ટૂંક સમયમાં જ આફત બન્યો હોય તેવો ઘાટ સૌરાષ્ટ્રમાં સર્જાયો. એક પછી એક અનેક લોકો તણાઇ ગયાની ઘટના સામે આવી તો જામનગરના અલિયાબાડા ગામની નદીમાં ડૂબી જવાને કારણે બે લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જામનગરના અલિયાબાળાની નદીમાં ડૂબી જતાં બે ના મોત થયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બાળાના વતની અજીતસિંહ જાડેજા અને લાલપુરના કોળી પ્રૌઢ કેશુભાઈ લીલાપરા અલિયાબાળાની નદીમાં ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અંગે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર નજીક આવેલા અલિયાબાળા ગામની નદીમાં ડૂબી જતાં બે વ્યક્તિના મોત થયા છે. બંને વ્યક્તિના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે બપોર બાદ બાળા ગામે રહેતા અજીતસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.42) અને લાલપુરના કોળી પ્રૌઢ કેશુભાઈ મગનભાઈ લીલાપરા (ઉ.વ.50)બન્ને આલિયાબાળા નજીક આવેલા ચેકડેમની પાળી પરથી જઈ રહ્યા હતા ત્યારે એકનો પગ લપસતા નદીમાં ડૂબવા લાગતા બીજાએ પણ બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી હતી. જેથી બન્ને ડૂબવા લાગ્યા હતા અને તેઓના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા.

બીજીતરફ બન્ને મૃતકોના પરિવારમાં શોક છવાયો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો જાણ થતાં પોલીસ ટીમે પણ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો