સ્વાદિષ્ટ અને તીખા ટમટમતા તુવેરના ટોઠા ઘરે બનાવીને ખાઓ, આંગળા ચાટતા રહી જશો, જાણો બનાવવાની સરળ રીત

ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગીઓમાંથી એક તુવેરના ટોઠાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. શિયાળાની મોસમમાં બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઇસી ટોઠા ખાવા મળી જાય તો…નોંધી લો ઝટપટ ટોઠા બનાવાની સાવ સરળ રીત.

સામગ્રી

  • 1 કપ – તુવેર
  • 1 કપ – ટામેટાની પ્યુરી
  • 1 ઝીલી – સમારેલી ડુંગળી
  • 3 મોટા ચમચાં – આદુ-મરચાની પેસ્ટ
  • 3 મોટી ચમચી – વાટેલું લસણ
  • 1 મોટી ચમચી – તેલ
  • 1 ચપટી – હીંગ
  • અડધી ચમચી – હળદર
  • 2 મોટી ચમચી – મરચું
  • 1 મોટી ચમચી – ગરમ મસાલાનો પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે

કઠોળની તુવેરને ધોઇ ઓછામાં ઓછા 4 થી 5 કલાક પલાળી દો. કૂકરમાં 1 ગ્લાસ પાણી અને મીઠું નાંખી તુવેરની 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બાફવા દો. કૂકર ઠંડું પડી જાય એટલે કે તુવેર બરાબર સોફટ થઇ ગઇ છે કે નહિં તે ચકાસી લો. ના થઇ હોય તો ફરીથી 1-2 સીટી વાગવા દેવી અને તુવેર સોફ્ટ થાય ત્યાં સુધી બાફવા દો. હવે તેલને એક કડાઇમાં ગરમ કરો. તેમાં હીંગ અને લસણની પેસ્ટ નાંખો. લસણ સંતળાય એટલે તેમાં ડુંગળી નાંખી સાંતળો. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરો. આ બધું જ બરાબર સાંતળી દેવામાં આવે એટલે તેમાં ટામેટાં નાંખી દસેક મિનિટ ટામેટા સાંતળવા દો.ટામેટા સહેજ પ્યુરી જેવા પોચા થાય એટલે બાફેલી તુવેરને તપેલામાં નાંખી બરાબર હલાવી દો અને તેમાં ગરમ મસાલો, ગોળ, ખટાશ, મરચું વગેરે સ્વાદ પ્રમાણે ઉમેરો. ત્યારબાદ ઉપરથી લીલી ડુંગળીથી ગાર્નિશ કરો. તમે સ્પાઇસ ગરમાગરમ ટોઠા કુલ્ચા કે બ્રેડ સાથે ખાશો તો મજા પડી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો