રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ હળદર વાળું દૂધ, નહીં થાય કોઈપણ વાયરસનું ઇન્ફેક્શન
શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઇ પણ વાયરસનું સંક્રમણ જલદી થાય છે. કોરાના વાયરસનું સંક્રમણ તે લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે જે પહેલાથી કમજોર છે અને ઉંમર વધારે છે. જેને લઇને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેનાથી તમારી ઇમ્યુનીટિ વધી શકે. હળદર એક એવો મસાલો છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઇ શકે છે. ગોલ્ડન મિલ્ક એક એવો પદાર્થ છે જે ન માત્ર શરદી ઉધરસ માટે ફાયદાકારક છે. પરંતુ તેમા એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઇંફ્લામેટરી ગુણ પણ રહેલા છે. એન્ટી ઇંફ્લામેટરી ગુણનો મતલબ છે કે તેનાથી સોજા ઓછા આવે છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય..
સામગ્રી
- 200 ગ્રામ કાચી હડદર
- 500 મીલી ગાયનું દૂધ
- 2 ચમચી મધ
- 1 ચમચી ઈલાયચી પાવડર
- 1 ચમચી તજ પાવડર
- 1 જાયફળ
બનાવવાની રીત
હળદર વાળુ દૂધ બનાવવા માટે સૌ પ્રથમ હળદરને ધોઇ લો. તે બાદ એક વાસણમાં દૂધ ઉકળવા મૂકી દો. હવે હળદરને છોલીને તેને ટૂકડામાં કટ કરી લો. ત્યાર પછી તેને મિક્સરમાં પીસી એક બાઉલમાં નીકાળી લો. હવે જ્યારે દૂધમાં ઉભરો આવે એટલે તેમા એક ચમચી પીસેલી હળદર ઉમેરી લો ઉપરથી ઇલાયચી પાવડર ઉમેરી ઓછામાં ઓછા ત્રણ મિનિટ તેને ઉકળવા દો. તૈયાર છે ગોલ્ડન મિલ્ક. તેને ગાળી લો. હવે તેમા બે નાની ચમચી મધ ઉમેરી લો અને બરાબર મિક્સ કરો. તેને એક કપમાં નીકાળી લો અને ઉપરથી તજ પાવડર ઉમેરો. પછી જાયફળ પાવડર ઉમેરો. તેયાર છે. સ્વાસ્થ્ય માટે બેસ્ટ અને હેલ્ધી ગોલ્ડન મિલ્ક…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..