તુલસી પૂજા અને વિવાહનો મહાપર્વ દેવઉઠી એકાદશી, શાલિગ્રામની સાથે કરવામાં આવે છે તુલસી પૂજા
આજે તુલસી વિવાહ, દેવઉઠી એટલે દેવ પ્રબોધિની એકાદશી છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની સાથે જ તુલસીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીના લગ્ન શાલિગ્રામ (વિષ્ણુનું સ્વરૂપ) સાથે કરવામાં આવે છે. માન્યતા છે કે, દેવઉઠી એકાદશીએ શ્રીહરિ શયનથી જાગે છે. આ દેવના જાગવાની તિથિ છે, માટે તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. દેવઊઠી એકાદશી પર તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરાવવાની પરંપરા છે. શાલિગ્રામ નેપાળની ગંજકી નદીના તલમાં મળે છે. આ કાળા રંગના ચીકાસવાળા અને ઇંડાકાર હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જો શાલિગ્રામ ઘરમાં રાખવા ઈચ્છો છો તો તેની પ્રાણ-પ્રતિષ્ઠાની જરૂર નથી હોતી. આ પત્થરોને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
જો તમારા ઘરમાં પણ તુલીસ છે તો ધ્યાનમાં રાખો આ 6 વાતો
સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવવો અને ચુંદડી અર્પણ કરવી. સાથે જ, સુહાગનો સામાન પણ તુલસીને અર્પણ કરવો. બીજા દિવસે આ વસ્તુઓ કોઇ પરણિતાને દાન કરી દેવી જોઇએ.
સૂર્યાસ્ત બાદ તુલસીના પાન તોડવા નહીં, કેમ કે શાસ્ત્રો પ્રમાણે સાંજે તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે. અમાસ, ચૌદશ તિથિએ તુલસીના પાન તોડવા જોઇએ નહીં. રવિવાર, શુક્રવાર અને સાતમની તિથિએ પણ તુલસીના પાન તોડવા નહીં.
ધ્યાન રાખવું કે, અકારણ તુલસીના પાન તોડવા નહીં. જો વર્જિત કરેલાં દિવસોમાં તુલસીના પાનનું કામ હોય તો તુલસીના ખરેલાં પાનનો ઉપયોગ કરવો જોઇએ. વર્જિત તિથિઓથી એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને રાખી શકો છો.
સવારે જલ્દી ઉઠવું અને સ્નાન વગેરે કાર્યો બાદ સૂર્યને જળ અર્પણ કરવું. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો. જળમાં લાલ ફૂલ અને ચોખા પણ ઉમેરવાં જોઇએ. આ દરમિયાન સૂર્ય મંત્ર ऊँ सूर्याय नम:। ऊँ भास्कराय नम:। નો જાપ કરવો જોઇએ.
સાંજે ભગવાન વિષ્ણુની સાથે જ લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. પૂજામાં સામાન્ય પૂજન સામગ્રી સિવાય દક્ષિણાવર્તી શંખ, કમળ ગટ્ટા, ગોમતી ચક્ર, પીળી કોડી પણ રાખવી.
ભગવાન વિષ્ણુનો સ્વરૂપ છે શાલિગ્રામ, જાણો એવી જ 7 વાતો
– શાલિગ્રામ જુદા-જુદા રૂપમાં મળે છે. કેટલાક ઇંડાકાર હોય છે તો કેટલાકમાં એક કાળું હોય છે. આ પત્થરોની અંદર શંખ, ચક્ર, ગદા અથવા પદ્મના નિશાન હોય છે.
– શાલિગ્રામની પૂજા તુલસી વિના પૂર્ણ નથી માનવામાં આવતી.
– તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાથી એવું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે કન્યાદાન કરવાથી મળે છે.
– પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવવું જોઈએ. ચંદન લગાવીને તુલસી દળ ચઢાવવું જોઈએ.
– માન્યતા છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય, તે તીર્થ સમાન માનવામાં આવે છે.
– જે ઘરમાં શાલિગ્રામનું રોજ પૂજન થાય છે, ત્યાં વાસ્તુ દોષ અને અન્ય બાધાઓ ખતમ થઈ જાય છે.
– શાલિગ્રામને તુલસી પાસે પણ રાખી શકાય છે. રોજ સવારે તુલસીની સાથે શાલિગ્રામને પણ જળ ચઢાવવું જોઈએ. સૂર્યાસ્ત પછી તેની પાસે દીવો પ્રગટાવવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..