ટ્યૂબલેસ કે ટ્યૂબવાળું આ બે માંથી કયું ટાયર છે સૌથી ઉત્તમ? જાણો વિગતે..
આજનાં સમયમાં ટ્યૂબલેસ ટાયર્સની બોલબાલા ખૂબ વધારે છે. અનેક વાહન નિર્માતા કંપનીઓ પોતાનાં વાહનોમાં ટ્યૂબલેસ ટાયરને પણ શામેલ કરતી હોય છે. હવે નવા વાહનોમાં ટ્યૂબવાળાં ટાયરોનો પ્રયોગ લગભગ ખત્મ જ થઇ ગયો છે. પરંતુ હાલમાં દેશનાં માર્ગો પર અનેક એવાં વાહનો છે કે જેમાં ટ્યૂબવાળાં ટાયર્સનો પ્રયોગ કરવામાં આવે છે.
મોટે ભાગે લોકોને ધ્યાનમાં રહેતું હોય છે કે આખરે ટ્યૂબલેસ અને ટ્યૂબવાળાં ટાયરમાં કયું ઉત્તમ છે. આ વાતને જાણવા માટે આપે સૌ પહેલાં તો ટ્યૂબલેસ અને ટ્યૂબવાળાં ટાયરની બનાવટ અને ફીચર્સને સમજવાનું રહેશે. તો આવો અમે તમને જણાવીએ છીએ કે આખરે બંનેમાંથી કયું ઉત્તમ છે…
ટ્યૂબવાળાં ટાયરની બનાવટઃ
આપણે સૌ જાણીએ છીએ કે ટ્યૂબવાળાં ટાયરમાં એક પાતળા રબરની ટ્યૂબ હોય છે. જેમાં હવા ભર્યા બાદ આ ટાયરને એક પરફેક્ટ આકાર આપે છે. એટલું જ નહીં આ ડ્રાઇવિંગ દરમ્યાન પણ એક તકીયાંની જેમ કામ કરે છે જેથી આપે કોઇ પણ રીતે રસ્તા પર ડ્રાઇવિંગ દરમ્યાન આરામદાયક મુસાફરીનો અનુભવ થાય.
પરંતુ આનો સૌથી મોટો દુશ્મન હોય છે પંચર. જો આ ટાયરમાં એક કીલ પણ ઘૂસી જાય તો ટ્યૂબથી તેજીથી હવા બહાર પણ નીકળવા લાગે છે. આ મામલો ત્યારે તો બહુ જ ખતરનાક થઇ જાય છે કે જ્યારે આપની કાર ફુલ સ્પીડમાં હોય. એવામાં જો હવા તેજીથી બહાર નીકળે છે તો ડ્રાઇવરનું વાહનથી કંટ્રોલ લગભગ ખત્મ થઇ જાય છે અને એવામાં દુર્ઘટના થવાની સંભાવના પણ વધી જાય છે.
ટ્યૂબલેસ ટાયરની બનાવટઃ
ટ્યૂબલેસ ટાયરમાં અલગથી કોઇ પણ ટ્યૂબ લાગેલી નથી હોતી. જ્યારે આ ટાયરમાં હવા ભરાઇ જાય છે તો તે ખુદ જ રિંગની ચારે તરફ એરટાઇટ સીલ લગાવી દે છે જેનાંથી હવા ટાયરમાંથી બહાર નથી નીકળતી. આ સિવાય આની એક ખાસિયત એ પણ છે કે આમાં પંચર થયાં બાદ પણ હવા નીકાળવાની સ્પીડ ખૂબ સ્લો હોય છે. જેને લઇને પંચર થવાં છતાં પણ આ ટાયર ખૂબ લાંબુ અંતર કાપી શકે છે અને આ દરમ્યાન ડ્રાઇવરનું વાહન સંપૂર્ણ રીતે નિયંત્રણ પણ બની રહે છે.
સુરક્ષા અને આરામઃ
જેમ કે અમે પહેલાં તમને જણાવ્યું કે ટ્યૂબલેસ ટાયર એક સામાન્ય ટાયરને મુકાબલે આપને સૌથી વધારે સુરક્ષા પ્રદાન કરે છે અને આ તેની સૌથી મોટી વિશેષતા છે. ટ્યૂબલેસ ટાયરમાં જો બે-ત્રણ પંચર પણ થઇ જાય તો આ સરળતાથી અનેક કિ.મી સુધી વગર રોકાયે અને આપને કોઇ પણ વર્કશોપ સુધી પહોંચાડી શકે છે. પરંતુ સામાન્ય ટ્યૂબવાળાં ટાયરનું આવું નથી કે આમાં એક પણ પંચર આપનાં વાહનનાં વ્હીલને રોકી દે.
ઉત્તમ માઇલેજ
કોઇ પણ વ્હીકલનાં ઉત્તમ માઇલેજ પર તેનાં ટાયરનાં પ્રકારની પણ ભારે અસર પડે છે. ટ્યૂબલેસ ટાયર સામાન્ય ટાયરને મુકાબલે ખૂબ હલ્કાં હોય છે. આ સિવાય તેમાં હવા નીકળવાનો પણ ખતરો પણ નહીં બરાબર હોય છે. એવામાં આપનું વાહન ખૂબ ઉત્તમ માઇલેજ પ્રદાન કરે છે. ત્યારે સામાન્ય ટ્યૂબવાળાં ટાયર વજનમાં વધારે હોય છે કે જેમાં હવાનાં નીકળવાનો પણ ડર હોય છે. જો ટાયરમાં હવા ઓછી રહેશે તો જરૂરી છે કે આપે વધારે એક્સલેટર આપવાનું રહેશે અને ખોટી રીતે એન્જીનનો ઘસારો પણ વધશે.
મેંટેનેંસઃ
ટ્યૂબલેસ ટાયરનું મેંટેનેંસ પણ ખૂબ સરળ હોય છે. જો આપનાં વ્હીકલનું ટાયર પંચર થાય છે તો આનું પંચર ખૂબ સરળતાથી લગાવી શકાય. એટલે સુધી કે વાહનમાંથી વ્હીલને બહાર નીકાળવાની પણ જરૂરિયાત નથી રહેતી. ત્યારે સામાન્ય ટ્યૂબવાળાં ટાયરને બહાર નીકાળીને તેની ટ્યૂબને બહાર નીકાળવાની રહે છે. ત્યાર બાદ પાણીથી ભરેલાં ટબમાં નાખીને આનાં પંચરની તપાસ થાય છે પછી આનાં પંચરને બંધ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..