શિયાળામાં રોજ ખાઓ મેથીના લાડુ, સાંધાના દર્દમાંથી મળશે રાહત, જાણો મેથીના લાડુ બનાવવાની સરળ રીત

આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. તમને થશે કે, તંદુરસ્તી અને વસાણાને વળી કેવો સંબંધ તો જાણી લો કે, આપણા વસાણા શરીરને શિયાળામાં ખડતલ બનાવી શક્તિ આપે છે.

જાણો મેથીના લાડુ બનાવવાની સરળ રીત

સામાન્ય રીતે આદુ, સુંઠ, ઈલાયચી, ગંઠોડા વગેરે ગરમ પદાર્થ છે પણ તે ખુબ શક્તિતવર્ધક છે. આ પદાર્થો અન્ય ઋતુમાં ખાઈ ન શકાય તેથી શિયાળાની ઠંડીમા આ પદાર્થોનું સેવન કરવામાં આવે તો શરીર સશક્ત બને છે. તો આવો જાણીએ આજે મેથી લાડુ બનાવવાની રીત.

મેથી ખાસ કરીને ટેસ્ટમાં કડવી હોવાથી તે શરીર માટે લાભદાયી રહે છે. મેથી ખાવાથી શરીરના સાંઘાને લગતી તમામ તકલીફોમાંથી ઝડપથી રાહત મળે છે.કહેવાય છે કે જે લોકો શિયાળામાં મેથીના લાડુ ખાય છે તેને આખું વર્ષ સાંધાની તકલીફોમાંથી રાહત મળે છે. તો જાણો બનાવવાની સરળ રેસિપી.

મેથી લાડુ

સામગ્રી

  • – અઢીસો ગ્રામ અડદનો લોટ
  • – અઢીસો ગ્રામ મેથી
  • – અઢીસો ગ્રામ ઘઉંનો જાડો લોટ
  • – પાંચસો ગ્રામ ઘી
  • – પોણો કિલો ગોળ
  • – પચાસ ગ્રામ બત્રીસું(કાટલું)
  • – પચાસ ગ્રામ સૂંઠ પાઉડર
  • – પચાસ ગ્રામ કાજુ
  • – પચાસ ગ્રામ બદામ
  • – પચાસ ગ્રામ ટોપરું સૂકું

ગાર્નિશિંગ માટે

– ચાર ચમચી ટોપરાનું છીણ

રીત

સૌપ્રથમ અડધા ઘીમાં અડદ લોટ ધીમા તાપે શેકી લો. તે જ રીતે ઘઉંના લોટને ઘી ગરમ કરી બદામી રંગનો શેકી લો. હવે બાકીનું ઘી ફરી ગરમ કરી છીણેલો ગોળ ઉમેરવો. બેથી ત્રણ ઊભરા આવે ત્યા સુધી ગરમ થવા દેવો. હવે તેમાં બંને લોટ, સૂંઠ પાઉડર, બત્રીસુ તથા તમામ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બધી જ સામગ્રી બરાબર એકરસ થઈ જાય એટલે તેના લાડુ વાળી લેવા. અને જો ના વાળવા હોય તો થાળીમાં ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ રેડીને બરાબર પાથરી દેવું. ટોપરાના છીણથી ગાર્નિશિંગ કરીને ઠરવા દેવું. ઠરી જાય એટલે તેને કટ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવું. જો લાડુ વાળ્યા હોય તો તેને નાળિયેરની છીણમાં રગદોળીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા.

હવે રોજ સવારે ઉઠીને એક લાડુ ખાઈ લેશો તો આખો શિયાળો અને વર્ષ દરમિયાન સાંધાના દુઃખાવવામાં પણ તમને રાહત મળશે. તો કરી લો ટ્રાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો