ટ્રમ્પે WHOને આપી ખુલ્લી ધમકી: 30 દિવસમાં સુધરી જાઓ, નહીં તો હંમેશા માટે…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવતા 30 દિવસની અંદર હકીકતમાં સુધરવાનું વચન આપ્યું નહીં તો અમેરિકા WHOના ફંડિંગમાંથી હંમેશા માટે હટી જશે. WHOના મહાનિર્દેશક ડૉકટર ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયરેસસને લખેલા એક પત્રમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના વાયરસને લઇ તમારા સંગઠનની વારંવાર ભૂલની સજા આખી દુનિયા ભોગવી રહ્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ WHOના સભ્યપદ પરથી હટવાનો વિચાર કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ટ્રમ્પે પોતાના પત્રમાં કહ્યું કે એ સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મહામારીને ઉકેલવામાં તમારું સંગનઠ અને તમે વારંવાર ખોટા પગલાં ભર્યા તેના લીધે આખી દુનિયાને ખૂબ મોંઘું પડી રહ્યું છે. WHOને આગળ વધારવાની એકમાત્ર રીત છે કે તેઓ ચીનથી પોતાની સ્વતંત્રતાને સાબિત કરે. મારા વહીવટીતંત્ર એ તમારી સાથે પહેલાં જ આ વૈશ્વિક સંસ્થામાં સુધાર માટે વાતચીત શરૂ કરી દીધી છે. પરંતુ તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. આપણે સમય બર્બાદ કરવાનો નથી.
This is the letter sent to Dr. Tedros of the World Health Organization. It is self-explanatory! pic.twitter.com/pF2kzPUpDv
— Donald J. Trump (@realDonaldTrump) May 19, 2020
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ખતરો ખૂબ ઓછા સમયમાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારીથી 90000થી વધુ અમેરિકન નાગરિક અને આખી દુનિયામાં 3 લાખથી વધુ લોકોના મોત થયા છે. જો કે વેક્સીનના ટ્રાયલમાં સારા પરિણામ આવી રહ્યા છે પરંતુ અત્યારે આ મહામારીની કોઇ સારવાર નથી. ટ્રમ્પે કહ્યું કે સંયુકત રાષ્ટ્રનું આ સ્વસ્થ્ય સંગઠન ચીનના હાથની ‘કઠપૂતળી’ બની ગયું છે.
ટ્રમ્પે દાવો કર્યો કે જો તેમણે ચીનથી પ્રવાસ પર પ્રતિબંધ મૂકયા ના હોત તો કોરોના વાયરસથી દેશમાં બીજા કેટલાંય લોકોના મોત થયા હોત જેનો સ્વાસ્થય એજન્સીએ ‘વિરોધ’ કર્યો હતો. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે તેઓ એટલે કે WHO ચીનના હાથની કઠપૂતળી છે. વ્યવસ્થિત રીતે કહીએ તો તેઓ ચીન કેન્દ્રિત છે. પરંતુ તેઓ ચીનના હાથની કઠપૂતળી જ.
‘ચીનથી પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની વિરૂદ્ધ હતું WHO’
તેમણે એક પ્રશ્નનના જવાબમાં કહ્યું કે મને લાગે છે કે તેમણે ખૂબ ખરાબ કામ કર્યું છે. અમેરિકા તેમને દર વર્ષે 45 કરોડ ડોલર આપે છે. ચીન તેમને વર્ષે માત્ર 3.8 કરોડ ડોલરની ચૂકવણી કરે છે. ટ્રમ્પે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જાન્યુઆરીના અંતમાં ચીનથી પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની વિરૂદ્ધ હતું. તેમણે કહ્યું હતું કે WHO તેની વિરૂદ્ધ હતું. તેઓ મેં પ્રતિબંધ મૂકયો તેની વિરૂદ્ધ હતા. તેમણે કહ્યું હતું કે તમારે તેની જરૂર નથી. આ ખૂબ વધુ છે અને ખૂબ જ સખ્ત છે પરંતુ તે ખોટું સાબિત થયું.
ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેન પણ આ પ્રતિબંધની વિરૂદ્ધ હતા. તેમણે કહ્યું હતું કે સુસ્ત જો બાઇડેન એ પણ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે હું વિદેશી લોકોથી નફરત કરું છું. એવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે મેં કહ્યું હતું કે ચીનથી આવનારા લોકો દેશમાં પ્રવેશ કરી શકશે નહીં. તમે હવે બહુ ઝડપથી અમારા દેશમાં પ્રવેશ કરી શકશો નહીં અને બાઇડેને કહ્યું કે હું વિદેશીઓને નફરત કરું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..