કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાએ ભારત પાસે માંગી મદદ, ટ્રમ્પે કહ્યું- મેં મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા મોકલવાની વિનંતી કરી છે

કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાની નજર હવે મદદ માટે ભારત પર છે. જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે શનિવારે સાંજે ફોન પર વાતચીત થઈ. આ વાતચીતમાં કોરોના સામે સામૂહિક રીતથી કેવી રીતે લડવું તેના પર ચર્ચા થઈ. આ દરમિયાન અમેરિકી પ્રમુખે પીએમ મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો મોકલવાનો આગ્રહ કર્યો. હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ કોરોનાનાં દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે.

કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલી પ્રેસ બ્રીફિંગમાં ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતાં કહ્યું કે, ‘મેં આજે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી અને રોકેલા હાઈડ્રોક્સીક્લોરોક્વીનનાં જથ્થાને જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો’. પીએમ મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો જથ્થો મોકલવાના આગ્રહની જાણકારી આપતાં ટ્રમ્પે તેમ પણ કહ્યું કે, તેઓ પણ તેનું સેવન કરશે. તેમણે કહ્યું કે, ‘હું પણ તેને લઈ શકું છું, તેના માટે મારે મારા ડોક્ટર્સ સાથે વાતચીત કરવી પડશે’.

ટ્રમ્પે આગળ કહ્યું કે, ‘ભારતમાં મોટા પ્રમાણમાં આ દવાનું પ્રોડક્શન થાય છે. તેમને પોતાના લોકો માટે તેની જરૂર પડશે. ત્યાંની વસ્તી 1 અરબ કરતાં વધારે છે. મે તેમને કહ્યું કે, જો તેઓ અમારો ઓર્ડર પણ મોકલી આપે તો હું તેમનો આભારી રહીશ’. તો બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે પણ વાતચીત થઈ હોવાના સમાચાર છે. બંનેની વાતચીતમાં કોરોના વાયરસ સામે લડવા અંગે ચર્ચા થઈ.

આ પહેલા પીએમ મોદીએ શનિવારે પોતે જ અમેરિકી પ્રમુખ સાથે થયેલી વાતચીત અંગે જાણકારી આપી હતી. પીએમ મોદીએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચાની જાણકારી આપતાં ટ્વીટ કર્યું હતું કે, ‘રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત થઈ. અમારી ચર્ચા સારી રહી અને અમે કોરોના વાયરસ સામે ભારત-અમેરિકાની ભાગીદારીની પૂર્ણ તાકાતનો ઉપયોગ કરવા માટે સંમત થયા’.

અમેરિકા ગંભીર રૂપથી કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. અત્યારસુધીમાં ત્યાંનાં 3,01,902 લોકો આ વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. તો 8,175 દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો