કેન્સરનો 100% ઈલાજ થશે સંભવ, ઇઝરાયેલી વૈજ્ઞાનિકોનો સફળ પ્રયોગ
દુનિયાની સૌથી ખતરનાક અને લાઇલાજ બીમારી કેન્સરથી હવે કોઇ મૃત્યુ પામશે નહીં. આ દાવો ઇઝરાયલી વૈજ્ઞાનિકોએ કર્યો છે. જે આ વર્ષે જ કેન્સરનો નાશ કરતી એક દવા તૈયાર કરવાની વાતો કરી રહ્યા છે. અહીં એક ફાર્મા કંપની માટે કામ કરનાર વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, તેમને એક એવો ફોર્મૂલા મળી ગયો છે, જે કેન્સરને જડમાંથી દૂર કરશે. એક્સીલરેટેડ એવોલ્યૂશનબાયોટેક્નોલોજીસ (AEBi) નામની કંપનીના ચેરમેન ડૈન એરિડોરે પણ જણાવ્યું કે, કેન્સરનો સંપૂર્ણ રીતે ઇલાજ હવે જલ્દી જ સંભવ થશે.
– આ ઇલાજમાં રાહત આપનારી વાત એ છે કે, આ ઇલાજ ખૂબ જ નાનો હશે અને તેના કોઇ સાઇડઇફેક્ટ હશે નહીં. એટલું જ નહીં, આ દવા બજારમાં ઉપસ્થિત અન્ય ટ્રીટમેન્ટની તુલનામાં ખૂબ જ સસ્તી હશે. ઈઝરાયલની બાયોટેક કંપનીએ દાવો કર્યો છે કે 2020 સુધી કેન્સર જેવી ઘાતક બીમારીનો 100 ટકા ઈલાજ સંભવ થઈ શકશે.
કેન્સરનો સંપૂર્ણ ઇલાજ કરશે ‘MuTaTo’
કેન્સરના આ સંપૂર્ણ ઇલાજને એક્સલરેટેડ ઈવોલ્યૂશન બાયોટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનું નામ ‘MuTaTo’ છે. દર્દીઓ માટે તે આવતા વર્ષની શરૂઆતમાં ઉપલબ્ધ થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે, આ ઈલાજ અસરકારક, સસ્તો અને ઓછામાં ઓછી સાઈડ ઈફેક્ટવાળો હશે. ‘MuTaTo’ કેન્સરના કોષને જ ટાર્ગેટ કરશે અને જે હેલ્ધી કોષ હશે એને છોડી દેશે. યાને તે અત્યારની સારવાર પદ્ધતિથી અલગ, તે કેન્સરના કોષોને મારવા માટે તંદુરસ્ત કોષોને કોઈ જ નુકસાન નહીં પહોંચાડે.
કેન્સરની સસ્તી સારવાર થશે ઉપલબ્ધ
કંપનીના ચેરમેન ડેન અરિડોરે જણાવ્યું કે, ‘આ ઈલાજ પહેલા દિવસથી કામ શરૂ કરી દેશે અને થોડાં જ અઠવાડિયાંમાં એ એનું કામ કરી દેશે અને દર્દીને ઠીક કરી દેશે. એ પણ નહિવત્ સાઈડ ઇફેક્ટ્સ સાથે. આ સારવાર હાલમાં માર્કેટમાં મળતી કેન્સરની સારવાર કરતાં સસ્તી હશે.’
ઉંદરો પણ થયો સફળ પ્રયોગ
વૈજ્ઞાનિકોએ ઉંદર પર આ ઇલાજનો સફળ પ્રયોગ કરી લીધો છે અને હવે તેઓ આ ઇલાજને લોકો પર ટ્રાય કરવા માટે તૈયાર છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો લાખો લોકોની જિંદગી બચાવી શકાશે અને 2020માં બજારમાં તે દવા ઉપલબ્ધ કરાશે. હાલ દુનિયાભરમાં દર વર્ષે કેન્સરના 1 કરોડ 80 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે.