સુરતમાં કાર શિખવા આવેલી ડિવોર્સી મહિલાને લાઇસન્સના ટેસ્ટ માટે નવસારી જવું પડશે તેવું કહી સાથે લઈ જઈને ટ્રેનરે ગુજાર્યો બળાત્કાર
સુરતના કાપોદ્રા વિસ્તારમાં માહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા મેહુલ વાવલીયા નામના ઇસમે કાર ટ્રેનિંગ સેન્ટરમાં કાર શીખવા આવેલી માહિલાને કાર શીખવી લાઇસન્સના ટેસ્ટ માટે નવસારી જવું પડશે તેવું કહી તેના પરિચિતના ઘરે લઈ જઈ ત્યાં એક રૂમમાં મહિલાને બંધ કરી તેની પર મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું, સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વેડરોડ પર સિંગણપોર વિસ્તારમાં રહેતી 35 વર્ષિય મહિલા ડિવોર્સી છે. ઘરે સાડી પર ડાયમંડ ચોંટાડવાનું કામ કરે છે. તેના ભાઈએ કાર ડ્રાઈવિંગ શીખી હતી. તેણે પણ કાર ડ્રાયવિંગ શીખવું હતું. જેથી ભાઈની ઓળખાણથી કાપોદ્રામાં હીરાબાગ પાસે શિવ મોટર્સમાં ડ્રાઇવિંગ શીખવા જતી હતી. ત્યાં ચારેક દિવસથી આરોપી મેહુલ છગન વાવલિયા કાર શીખવવા આવતા હતો. મેહુલે ગુરુવારે મહિલાને કહ્યું કે, ટેસ્ટ-લાઈસન્સ માટે નવસારી જવું પડશે. ગુરૂવારે બપોરે તેઓ કારમાં નવસારી જતા હતા ત્યારે મેહુલે મહિલાને કહ્યું, તેના બહેન-બનેવી કાપોદ્રામાં રહે છે. પહેલા ત્યાં જઈએ કહી ત્યાં ગયા બાદ મેહુલે બીયર પી બળાત્કાર ગુજાર્યો હતો. પ્રતિકાર કરતા મહિલાને માર માર્યો હતો.
ભોગ બનનાર મહિલાએ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ તેણે વિસ્તાર પુરો જોયો ન હતો. બાદમાં મેહુલે જ મહિલાને કારમાં બેસાડી હીરાબાગ પાસે ઉતારી હતી. ત્યાંથી મહિલા ઘરે ગઈ અને તેને પેટમાં દુઃખાવો થતા તે પછી સ્મીમેર હોસ્પિટલ ગઈ હતી. ડોકટરને શંકા જતા હોસ્પિટલમાંથી કાપોદ્રા પોલીસને રાત્રે જાણ કરાઈ હતી. પોલીસે રાત્રે ફરિયાદ લઈ મેહુલ છગન વાવલિયા વિરુદ્ધ બળાત્કાર, માર મારવાની અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી મેહુલને અટકાયતમાં લીધો હતો. જ્યાં તેના કોરોના ટેસ્ટ કરાવ્યાઆ બાદ તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..