ટંકારા: ટ્રેક્ટરનું ટાયર બદલતા પટેલ પિતા-પુત્રને આઇશરે ઠોકર મારતા મોત, પરિવારમાં આક્રંદ
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ધ્રુવનગર ગામે આજે આઇશરે ટ્રેક્ટરને ઠોકર મારતા પટેલ પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. ટ્રેક્ટર ભાંગીને ભુક્કો થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પંક્ચર પડતા ટ્રેક્ટરનું ટાયર બદલતા હતા અને આઇશરે ઠોકર મારી
મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ખેડૂત ભાણજીભાઇ ગોવિંદભાઇ દેત્રોજા (ઉ. 65)અને તેનો પુત્ર પ્રવિણભાઇ (ઉ.38) ટ્રેક્ટરમાં ચણા તથા ખેતીની જણસ ભરી મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઇ રહ્યા હતા. ત્યારે ધ્રુવનગરથી મોરબી તરફ જતા ટ્રેક્ટરમાં પંક્ચર પડ્યું હતું. પિતા-પુત્ર બન્ને ટ્રેક્ટરનું ટાયર બદલતા હતા તે સમયે અમુસ દૂધના આઇશરે ઠોકર મારી હતી. આથી ભાણજીભાઇ અને પ્રવીણભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રભુ એમના આત્માને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ….
– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ
– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં
– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ
– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન
– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ
– તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ