વજન ઉતારવા માટે સાંજે પીઓ ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ, જાણો બનાવવાની રીત

ઘણી વખત સાંજે આપણને એટલી બધી ભૂખ લાગી હોય છે, અને સાથે ડિનર કરવામાં હજી સમય લાગે એવું હોય છે. ત્યારે આવો સૂપ તમારા હેલ્થ માટે એક સારો ઓપ્શન સાબિત તી શકે છે.

ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ બનાવવા માટેની સામગ્રી:

  • 1 વાટકી ફણગાવેલા મગ અને મઠ
  • 4 ટામેટા
  • 1 બટેટુ
  • 1 ચમચી આદુ- લસણની પેસ્ટ
  • 2 ચમચી ખાંડ
  • 1/2 ચમચી મરી પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી જીરૂ
  • 4-5 રોસ્ટેડ પનીર સર્વ કરવા માટે

ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ મગ અને મઠ લઈને સરી રીતે ધોઈને 5 કલાક માટે પલાળી રાખો. મગ અને મઠ સરસ રીતે પલળી જાય પછી બધું પાણી નિતારી એક સ્વચ્છ કોટન કપડાંમાં બાંધીને એક કાણાં વાળાં વાસણમાં મુકી તેની ઉપર કાણાં વાળી ડીશ ઢાંકીને 7 કલાક માટે મૂકી રાખો. તમે જોઇ શકશો કે છ-સાત કલાક પછી મગ અને મઠ સરસ રીતે સ્પ્રાઉટ થઈ ગયા છે.

ત્યારબાદ એક કૂકરમાં ટામેટા અને બટેટાં સમારીને ધોઈ ને થોડું પાણી એડ કરી બાફી લો. ત્યારબાદ ગરણી વડે ગાળી આ મિશ્રણને એક પેનમાં ગરમ કરવા મૂકો. પછી તેમાં ફણગાવેલા મગ અને મઠ, મીઠું, સંચળ પાવડર, ખાંડ, મરી પાવડર, લાલ મરચું, લસણ અને આદુની પેસ્ટ ઉમેરીને 5-10 મિનિટ માટે ઉકાળવા મૂકો. જેથી મગ અને મઠ થોડા સોફ્ટ થઈ જશે અને બધા મસાલાનો સ્વાદ પણ સરસ આવી જશે. સૂપ સરસ ઉકળી ને સરસ જાડો થઈ જાય ત્યાર પછી એક વઘારીયા માં થોડું ઘી લઇ તેને ગરમ કરી તેમાં જીરું ઉમેરી તતડે એટલે આ વઘાર કરી સૂપ ઉપર રેડી હલાવી લો. તો તૈયાર છે ગરમાગરમ સૂપ. આ સૂપની ઉપર કોથમીર ભભરાવી ગરમા ગરમ જ સર્વ કરો. આ સૂપ સાથે તમે કોઈ પણ ક્રિસ્પી નાસ્તો પણ સર્વ કરી શકો છે. તેમજ આ સાથે ઘીમાં શેકેલા પનીર સાથે નાસ્તામાં કે લાઈટ ડિનરમાં પણ સર્વ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો