ગુજરાતમાં ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના જીવ બચાવવા માટે રૂ. 40 હજારનું એક એવાં બે ઇન્જેક્શન વિનામૂલ્યે અપાશે, જેનાથી મૃત્યુનું પ્રમાણ ઘટશે
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો વધી રહેલો આંકડો ચિંતાજનક છે, મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતાં બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. આમ થતું અટકે તે માટે ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મંગાવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને આપી તેનો જીવ બચાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઇન્જેક્શનથી 30માંથી 14 દર્દીઓ સાજા થઇ ગયા
આ ઇન્જેક્શનની કિંમત 40,000 રૂપિયા છે અને આવાં બે વાયલ એટલે કે ડોઝ આપવા પડે છે. ભારતીય ફાર્મા કંપની સિપ્લા તેનું ઉત્પાદન કરે છે. અગાઉ ગાંધીનગરના આલમપુર માર્કેટ યાર્ડના સેક્રેટરી યુવાનને શ્વાસ લેવામાં મુશ્કેલી શરૂ થતાં તેને આ ઇન્જેક્શન અપાયું હતું અને તે સ્વસ્થ થઇને થોડા જ દિવસમાં ઘરે પરત ફર્યો હતો. મુંબઇમાં પણ આ ઉપચાર ચાલું છે અને ત્રીસમાંથી ચૌદ દર્દીઓ સાજા થઇ ગયા હતા.
ઇન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે મંગળવારે જ રાજ્ય સરકારે આ દવાનો જથ્થો મંગાવી લીધો છે અને આ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આ દવાના ખૂબ સારા પરિણામ મળ્યા છે અને જરૂર લાગે તે દર્દીને આ ઇન્જેક્શન અપાશે. હજુ પણ આ દવાનો નવો સ્ટોક મંગાવાયો છે.
શું છે ટોસિલિઝુમેબ
આ દવા રુમેટોઇડ આર્થરાઇટિસ, કેન્સર, અથવા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલા દર્દીઓમાં અમુક પ્રકારના એન્ટિબોડી બની શરીરમાં આંતરિક અંગો જેવા કે આંતરડા કે ફેફસામાં સોજો ન લાવે તે માટે વપરાય છે. હાલ કોરોના વાઇરસના ગંભીર સંક્રમણના કિસ્સામાં ઉપચાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ વિશ્વમાં પ્રાયોગિક રીતે થઇ રહ્યો છે. મૂળમાં આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની રોશ તે ડ્રગ તૈયાર કરે છે, પરંતુ હાલ ભારતીય કંપની સિપ્લા સાથે તેના કરાર હોઇ તેનું ઉત્પાદન ભારતમાંથાય છે. અહીંથી જ અન્ય દેશોમાં પણ સપ્લાય થાય છે. યુરોપ અને અમેરિકામાં દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ હોવાથી ત્યાં ભારત કરતાં વધુ જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..