આ છે કળિયુગના શ્રવણ: 96 વર્ષના માતાની સેવા કરવા પોતાનું સર્વસ્વ માતૃસેવામાં સોંપ્યું

વર્તમાન સમયમાં વૃદ્ધ માતાપિતા સાથે થતાં અત્યાચારોના અનેક દાખલાઓ સામે આવતાં હોય છે, તેની સામે જૂનાગઢના આ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી માતૃસેવા અને માતૃભક્તિ, કળિયુગમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે એવી છે! માતૃભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર આ વ્યક્તિ એટલે જૂનાગઢના અશોકભાઈ પોપટ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જૂનાગઢના જવાહર રોડ પર આવેલ આર.કે.એપાર્ટમેન્ટમાં પોતાના 96 વર્ષના માતા સાથે રહેતાં અશોકભાઈ મૂળ શાપુરના છે. વર્ષ 1983માં શાપુરમાં થયેલ હોનારતના બરાબર એક મહિના પહેલા તેઓના પિતા અમૃતલાલભાઈનું અવસાન થયું, જે પછી શાપુર હોનારતમાં તેઓ પોતાના ઘરની તમામ ઘરવખરી ખોઈ બેઠાં, જે પછી તેઓ પોતાની માતા અને બહેન સાથે પહેર્યા કપડે જૂનાગઢ આવીને સ્થાયી થયાં, આવી પડેલી મુશ્કેલીથી તેઓએ તેમનો અભ્યાસ છોડવો પડ્યો.

પરિવારની તમામ જવાબદારી અશોકભાઈ ઉપર આવી એટલે તેઓએ ₹300 લેખે નોકરી ચાલુ કરી પરિવારનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. પોતાની બહેનને સાસરે વળાવી, જે પછી અશોકભાઈએ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને પ્રેસ ફોટોગ્રાફી તરીકે કામ સ્વીકાર્યુ.

અશોકભાઈની ખરી કસોટી હવે ચાલુ થઈ છે, તેઓના માતાની વૃદ્ધાવસ્થા આગળ વધી રહી હતી. ધીમેધીમે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયેલા માતાની સારસંભાળ લેવાની તમામ જવાબદારી અશોકભાઈ ઉપર આવી એટલે તેઓએ હસતાં મોઢે એ સ્વીકારી લીધી. સવારે ઉઠતાની સાથે રોજિંદી ક્રિયા કરાવવી, નવડાવવા, કપડાં બદલવા, મળ સાફ કરવું, ભોજન બનાવવું, જમાડવું વગેરે તમામ કામ અશોકભાઈને જાતે કરવું પડે છે.

આજે પરિસ્થિતિ એવી થઈ છે કે, સતત વૃદ્ધ માતાની દેખરેખ રાખવી પડે એમ હોય, તેથી અશોકભાઈને પોતાના ધંધા-રોજગારથી અળગા રહેવું પડે છે, પરંતુ તેમ છતાં પણ તેઓએ હિંમત નથી હારી! આજે પણ તે પ્રેસ ફોટોગ્રાફીમાંથી જે રોજગારી મળે છે, તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને માતાની સેવા કરવામાં એટલો આનંદ મળે છે કે, આજસુધી તેઓએ ક્યારેય કંટાળો કે થાક અનુભવીને તેમની માતા વિરુદ્ધ કટુવચન નથી કીધાં! જે ખરેખર આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.

હાલ તો અશોકભાઈ પોપટ પોતાના વૃદ્ધ માતાનો સહારો બની આધુનિક યુગના શ્રવણ તરીકે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી માતાની સેવા કરી રહ્યાં છે, ત્યારે વર્તમાન પેઢીએ જૂનાગઢના ખરા માતૃભક્ત અશોકભાઈ પાસેથી ઘણી બધી શીખ લેવા જેવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો