વિજાપુરનો આ પટેલ યુવાન માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો
માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર તીર્થ પટેલ પ્રથમ ગુજરાતી બન્યો છે. વિજાપુરના શ્રી આર.વી.બંગ્લોઝમાં રહેતા 23 વર્ષના તીર્થ પટેલે માત્ર 14 દિવસમાં બે દુર્ગમ પર્વતો સર કરી સાહસિક્તાનું નવું દ્રષ્ટાંત પૂરું પડ્યું છે.
તીર્થ પટેલ એક મેરેથોન રનર છે. ભારતમાં યોજાતી વિવિધ મેરેથોનમાં ભાગ લઇ પોતાની આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ તેમજ તીર્થ પર્વતારોહણનો શોખ ધરાવે છે.
તાજેતરમાં આ યુવાને લેહ-લદ્દાખમાં આવેલ માઉન્ટ સ્ટોક-કાંગરી સર કર્યો હતો. જેની ઊંચાઈ 6135 છે. તેમજ માઉન્ટ સ્પેગ્નેક-રી 6380 મીટરની ઉંચાઇ ધરાવે છે. છતાં પણ આ શિખરો માત્ર 14 દિવસમાં સફળતા પૂર્વક સર કર્યા છે. આ સાથે જ તે યુવાનોમાં માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો છે.
ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં આ શિખરો સર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે. કારણ કે રાત્રે માઇનસ 25થી 3૦ ડિગ્રી જેટલું નીચુ તાપમાન સાથે ઠંડા પવનના સુસવાટા અને હિમવર્ષા જેવા વાતાવરણમાં પર્વતારોહણ કરવું એ કાબિલેદાદ છે. તેમજ આ યુવાન આગામી દિવસોમાં માઉન્ટ એવરેસ્ટ શિખર પર ભારતનો તિરંગો લહેરાવવાની તૈયારીઓ કરી રહ્યો છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.