એસિડિટીના દર્દીઓએ ખાવી જોઈએ આવી ચીજો, આ ડાયટ પ્લાનથી તમને આ સમસ્યામાંથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

એસિડિટીની સમસ્યા આમ તો સાધારણ માનવામાં આવે છે, પરંતુ તેના કારણે કેટલીક પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. ઘણા લોકોને એસિડિટી(Acidity)ના કારણે પેટ ફુલાવાની સમસ્યા થઇ જાય છે. તો ઘણા લોકો એસિડિટીની સાથે ગેસ્ટ્રિકની સમસ્યાથી પણ પીડાતા હોય છે. તેનું સૌથી મોટું કારણ છે આપણી ખાણીપીણી. વધુ પડતા તીખા તમતમતા અને તળેલા કે મસાલાવાળા ખોરાક લેવાથી પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે. જો તમને પણ આવી સમસ્યા છે તો તેમાંથી બહાર આવવા માટેનો એક જ રસ્તો છે અને તે છે તમારા આહારમાં પરીવર્તન અને સંતુલન જાળવી રાખવું. તેના માટે યોગ્ય ડાયટ ફોલો કરવું. તેથી અમે આજે તમને જણાવશું કે કેવા આહાર અને ડાયટથી તમને આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

કેળાને કરો ડાયટમાં સામેલ– કેળા ખાવાના અનેક ફાયદાઓ વિશે તમે જાણતા હશો. કેળામાં કેલ્શિયમ અને આયરન પ્રચૂર માત્રામાં રહેલું હોય છે. તે એન્ટી-ઓક્સિડેન્ટ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી એસિડ રિફ્લેક્સ ઓછું કરે છે અને પેટમાં ગેસ થવા દેતા નથી. આ સિવાયા કેળા પેટની લાઇનિંગ પર મ્યૂકસ પેદા કરે છે, જેના કારણે pHનું સ્તર નીચે જાય છે. કેળામાં રહેલ ફાઇબર તમને એસિડિટીથી બચાવશે.

એસિડિટીથી બચવા ખાવ તરબૂચ- તરબૂચમાં પાણીનો ભાગ વધુ હોવાથી શરીરમાં પાણીની કમી પૂરી કરે છે. એટલું જ નહીં તેના સેવનથી પેટ ભર્યુ રહે છે જેથી ગેસની સમસ્યા થતી નથી. કેળાની માફક તરબૂચ પણ ફાઇબર ભરપૂર પ્રમાણમાં ધરાવે છે, જે ખોરાક પચાવવામાં મદદરૂપ બને છે. તમે ખાધેલો ખોરાક સરખી રીતે પચી જાય તો પણ ગેસની સમસ્યા રહેતી નથી. આ સિવયા એસિડિટીથી પરેશાન લોકોએ પણ તરબૂચ ખાવું ફાયદાકારક છે.

કાકડી રાખશે એસિડિટીને દૂર- કાકડી ખાવાથી પેટમાં ઠંડક મળે છે. કાકડીમાં પણ પ્રચૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોવાથી તે શરીરને ડિહાઇડ્રેશનથી દૂર રાખશે. તેના સેવનથી એસિડ રિફ્લેક્સ ઓછું થાય છે અને એસિડિટી અને ગેસની સમસ્યાઓ પણ દૂર રહે છે.

નારીયેલ પાણીને કરો ડાયટમાં સામેલ– ઘણા લોકોને સવારમાં ચા-કોફી પીવાની આદત હોય છે અને તેના કારણે શરીર એસિડિક બને છે. આવા લોકોએ સવારમાં ચા-કોફીની જગ્યાએ નારિયેલ પાણી પીવું વધુ ફાયદાકારક સાબિત થાય છે. નારિયેલ પાણી શરીરને ડિટોક્સીફાઇ કરે છે. તેમાં રહેલા ફાઇબર અને એન્ટી-ઓક્સીડેન્ટ શરીરના પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત જે લોકોને એસિડિટીની સમસ્યા છે તેઓએ નારિયેલ પાણીનું સેવન અવશ્ય કરવું જોઇએ

પીવો એક ગ્લાસ ઠંડુ દૂધ- દૂધ પીવાથી હાડકા તો મજબૂત બને જ છે, સાથે જ પેટની અનેક બીમારીઓ પણ દૂર રહે છે. સવાર-સવારમાં એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી પેટમાં થતી બળતરા દૂર થાય છે. એટલું જ નહીં તેનાથી તમારી ભૂખ પણ કંન્ટ્રોલમાં રહે છે. આ સિવાય એસિડિટી અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો