થાઇરોઇડમાં વધતા વજનને ઓછું કરવા અજમાવો આ ટિપ્સ, સહેલાઈથી ઘટવા લાગશે વજન

જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં થાયરાક્સિન હોર્મોન ઓછા થવા લાગે છે ત્યારે તેને હાઇપોથાઇરોયડિજ્મ કહે છે. આવું થવા પર શરીરનું મેટાબોલિજ્મ ધીમુ પડવા લાગે છે અને તમે તમારું વજન નિયંત્રિત કરવામાં અસમર્થ થઇ જાઓ છો. પરંતુ ડોક્ટરો અનુસાર જો એક સ્વસ્થ દિનચર્યા રાખવામાં આવે તો તમે તમારું વધતુ વજન સહેલાઇથી ઘટાડી શકો છો.

ભૂખ્યા ન રહો
ક્યારેય તમારો બ્રેકફાસ્ટ ઓછો ન કરો. કારણકે સવારન સમયે આપણા શરીરને વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત હોય છે. જો તમે બ્રેકફાસ્ટ નહીં કરો તો તમારા શરીરનું મેટાબોલિજ્મ ધીમુ પડી જશે અને તમને બાદમાં વધારે પ્રમાણમાં ભૂખ લાગશે જેના કારણથી તમે વધારે પ્રમાણમાં ખાવાનું ખાવાના કારણે વજન વધી જશે.

પાણીનું સેવન વધારો
આખા દિવસમાં વધારે પ્રમાણમાં પાણી પીઓ. જેનાથી શરીરની અંદરની ગંદકી જમા ન થઇ શકે અને વજન ઘટાડવામાં મદદ મળે. બજારમાં મળતા ખાંડ મિક્સ કરેલા કોલ્ડ્રિંક્સથી દૂર રહો.

તમારા પોષણમાં કરો સુધારો
તમે આખા દિવસમાં જે પણ કઇ ખાઓ છો તેને પોષણ મુજબ ખાઓ. તમારી ડાયેટમાં લો ફેટ વાળી વસ્તુઓ હોવી જોઇએ. એવો આહાર સામેલ કરો જેમા આયોડિન હોય તમે નારિયેળ તેલ, જૈતુન તેલ, આખા અનાજનું સેવન કરો.

મેંદો નહીં આખા અનાજનો લોટ ખાઓ
તમે મેદાની જગ્યાએ આખા અનાજ કે ઘઉંની રોટલી ખાવી જોઇએ. તેમા ચરબી હોતી નથી અને તમારા બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.

ફાઇબર યુક્ત વસ્તુઓ ખાઓ
ફાઇબર યુક્ત વસ્તુઓ ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે અને કબજિયાત તથા શરીરનો સોજા ઓછા થાય છે.

ગ્રીન ટી પીઓ
જે લોકોને હાઇપોથાઇરોયડિજ્મ છે તેમણે ગ્રીન ટી જરૂર પીવી જોઇએ. તેમા એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ વધારે હોય છે. અને તે ચરબીને જલદી બર્ન કરે છે. સાથે જ તે પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે અને થાકને દૂર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો