દિવાળીમાં ફટાકડા ફોડતા અચાનક દાઝી જાઓ તો તરત જ કરી લો આ ઘરેલૂ ઉપાય, અચૂક મળશે રાહત

દિવાળીનો પર્વ એટલે આનંદ, ઉલ્લાસ અને રોશનીનો પર્વ. આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે અને રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે કેટલીક કાળજી લેવાથી અને સલામતી રાખવાથી અકસ્માત અને દાઝવાથી બચી શકાય છે. આમ તો દર વર્ષે ફટાકડાથી બળી જવાના કિસ્સાઓ સામે આવે છે, એવામાં જો નાના-મોટા ઘા કે દાઝી ગયા હો અને તેના માટે પ્રાથમિક ઈલાજ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

તુલસીના પાનનો રસ લગાવો

દાઝી જવાની સમસ્યા માટે તુલસીના પાન બહુ જ અસરકારક હોય છે. તેનો ઉપયોગ કરીને અનેક પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. જેથી તેના પાનનો રસ તમે દાઝેલા કે બળેલા ભાગ પર લગાવી શકો છો. આનાથી દાઝેલા ભાગનો નિશાન રહેવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે અને ઈન્ફેક્શન પણ થતું નથી.

હળદર

જે સ્થાન પર ત્વચા દાઝી ગઇ હોય ત્યાં હળદર અને પાણીનું ઘટ્ટ પેસ્ટ બનાવીને લગાવો. અડધો કલાક પછી પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત કુણા દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં બે વાર પીવો. તેનાથી ઘા જલ્દી ભરાઇ છે.

ટૂથપેસ્ટ

સ્કિન પર જેવુ કંઈક ગરમ લાગે તો ત્યાં તરત જ ટૂથપેસ્ટ લગાવી લો. પેસ્ટ સુકાઇ જાય પછી તેને સાફ કરી લો. દર કલાકે આવુ કરતા રહો. આ દઝાયેલ ભાગને ફુલાવીને તેને મટાડવામાં મદદ કરે છે.

ડુંગળી

સ્કિનના જે ભાગમાં દાઝ્યાના ઘા હોય ત્યાં ડુંગળીની સ્લાઈસ કાપીને મુકી દો. તેના પર પટ્ટી બાંધી દો. દર કલાકે ડુંગળીની સ્લાઈસ બદલો. આ અશુદ્ધિને જલ્દી ખેંચી લે છે અને ઘા ભરવામાં મદદરૂપ છે.

કેળા

વધુ પાકેલા કેળાના છાલટા બળેલી ત્વચાને ઠંડક પહોંચાડે છે. ઘા પર છાલટા લગાવો અને ઉપરથી પટ્ટી બાંધી દો. આખી રાત પટ્ટી બાંધી રાખો અને સવારે તેને સાફ કરી લો. ઘા જ્લ્દી ભરાઇ જશે.

નારિયેળ તેલ

દાઝેલા ભાગ પર નારિયેળ તેલ લગાવવાનું ફાયદારૂપ ગણાય છે. આ તેલ તમારી બળતરા ઓછી કરશે.

આ ભૂલ ન કરતાં

દાઝ્યા પછી ફોલ્લા થાય તો તેને ફોડો નહીં. તેનાથી ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.
દાઝેલી જગ્યા પર કોટન લગાવવાનું ટાળો. તેનાથી ઘા સાફ થશે પણ બળતરા વધે છે.
મોટાભાગે લોકો દાઝી ગયા બાદ બળતરામાંથી રાહત મેળવવા બરફનો ઉપયોગ કરે છે. આ ઉપયોગ ટાળવો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો