2 લાખ રૂપિયા પગાર લેતા લેક્ચરર 5000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
રાજસ્થાનના અલવર જિલ્લાના બીબીરાનીમાં રાજકીય પી.જી. યુનિવર્સિટી કૉલેજમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ કાર્યવાહી કરી. જેમાં કાર્યવાહક પ્રિન્સિપાલ સહિત 3 લેક્ચરરને 15 હજારની લાંચ સાથે ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય લેક્ચરરની સેલેરી 2-2 લાખ રૂપિયા પ્રતિ મહિના હોવાની કહેવામાં આવી રહી છે તેમને 5-5 હજાર રૂપિયાની લાંચ લેતા ACBએ ધરપકડ કરી છે. આ ઘટના અલવર જિલ્લાની બીબીરાની પી.જી. યુનિવર્સિટીની છે. જ્યાં NSS કેમ્પ નજીક 70 હજાર રૂપિયાની બાકી બિલ પાસ કરાવવા માટે ત્રણેયે લાંચની માગણી કરી હતી.
ફરિયાદી હરિપ્રસાદ યાદવે (બાબૂ) તેની ફરિયાદ અલવર ACBને કરી જેમાં કહેવામાં આવ્યું કે કૉલેજમાં 22-27 માર્ચ સુધી લાગેલી NSS શિબિરમાં ભોજન, ચા-નાસ્તા અને સ્ટેશનરી સહિત અલગ અલગ કામોના 77,022 રૂપિયાની રકમ બાકી ચાલી રહી હતી. આ બિલ પાસ કરાવવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી રહી હતી જેમાં 15 હજાર રૂપિયા આપવાના નક્કી થયા. ACBએ ખરાઈ કર્યા બાદ કાર્યવાહી કરતા 3 લેક્ચરર્સ શ્રીનારાયણ બેરવા જે કાર્યવાહક પ્રિન્સિપાલ છે, દીપક અહલાવત જે ઇતિહાસ ભણાવે છે અને હિન્દી ભણાવનાર રમેશચંદ્ર શર્માને 5-5 હજારની લાંચ સાથે ધરપકડ કરી લેવામાં આવી.
આ કાર્યવાહી ACBના ASP વિજય સિંહના નેતૃત્વમાં પ્રેમ સિંહ નિરીક્ષક અને ટીમે કરી. ACBએ જણાવ્યું કે કૉલેજના લેક્ચરરની એવરેજ 2 લાખ રૂપિયા મહિનાની સેલેરી છે. પ્રિન્સિપાલ અને સીનિયર લેક્ચરરની તેનાથી વધારે પણ થઈ શકે છે. મતલબ ત્રણેયનો એક મહિનાના લગભગ 5-6 લાખ રૂપિયાનું વેતન બને છે. જે કૉલેજના બાબુ પાસે 15 હજાર રૂપિયાની લાંચ માંગી રહ્યા હતા. મતલબ શિબિરમાં પૈસા ઓછા ખર્ચ કરો. બિલ વધારે પાસ કરો. કેટલાક પૈસા પોતે બચાઓ.
કંઈક બીજું બચાઓ. આ ખેલ બાબૂને હજમ ન થયો. તેણે ACBને ફરિયાદ કરીને આખી રમત બગાડી નાખી. આ આખી બાબતે કોલેજના બાબૂના વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં બાબૂએ કોલેજના ભ્રષ્ટ નેટવર્કને તોડવાનું કામ કર્યું છે. આ કારણે તેના સાહસના વખાણ થઈ થઈ રહ્યા છે. ACBને એ પણ જાણકારી મળી છે કે આ રીતે ખેલ મોટા ભાગના કૉલેજોમાં થાય છે પરંતુ ફરિયાદ ન મળવાથી કાર્યવાહી ન થઈ શકતી. એવી એક પણ કાર્યવાહીથી ભ્રષ્ટાચાર પર વધારે લગામ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..