આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓને કીમોથેરપી નહીં, પણ આ 3 દવાઓનું મિશ્રણ આપશે લાંબુ જીવન: રિસર્ચ

સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં કેન્સરની સારવાર માટે ‘કીમોથેરપી’ અપાતી હોય છે. પરંતુ BRAF જીન્સમાં ફેરફાર ધરાવતા દર્દીઓ માટે એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબ નામની દવાઓ કિમોથેરપી કરતા ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઇ છે. એડવાન્સ સ્ટેજનાં આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓ પર દવાની સારવાર કરવાથી 9 મહિના વધુ જીવન મળે છે. યુકેમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પ્રોફેસર સ્કોર્ટ કોપેટ્ઝ દ્વારા કરવામાં આવેલ ફેઝ-3 ક્લિનિકલ પરીક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે, એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબના સંયુક્ત મિશ્રણથી થતી સારવારને કિમોથેરપી સાથે બદલી દેવી જોઈએ.

કેવી રીતે કરવામા આવ્યું પરીક્ષણ? 

આ નવી પદ્ધતિ માટે મેટાસ્ટેટિક આંતરડાનાં કેન્સરથી પીડિત 665 દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 15% દર્દીઓમાં BRAF જીન્સમાં ફેરફાર જોવા મળ્યો હતો. આવા ફેરફારોને લીધે કેન્સરના સેલ્સની વૃદ્ધિ થાય છે. આ પ્રકારનું પરીક્ષણ દાયકાઓથી ચાલી રહ્યું હતું. જેમાં હવે ત્રણ વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવાથી પુરવાર થયું કે, ત્રણ દવાઓનાં મિશ્રણથી આંતરડામાં રહેલી કેન્સરની ગાંઠો નબળી બને છે. દર્દીઓ પર કરાયેલ પરીક્ષણ બાદ તેમનાં સ્વાસ્થ્યમાં અનેક સુધારા જોયા બાદ ડોક્ટર્સ દ્વારા તેને યોગ્ય માનવામાં આવ્યું હતું.

ત્રણ સંયોજનો BRAF જીન્સમાં થતી ફેરબદલ રોકે છે

શરીરમાં આવેલ BRAF જીન્સમાં ફેરફાર થવાને કારણે આંતરડામાં રહેલા સેલ્સને નુકસાન થાય છે. આવા ફેરફારને કારણે કેન્સરનાં સેલ્સને વૃદ્ધિ થવામાં મદદ મળે છે. જેથી, BRAF સેલ્સમાં થતા ફેરફારને અટકાવવો અત્યંત જરૂરી બની જાય છે. વિવિધ સાયન્ટિફિક કોમ્બિનેશન દ્વારા ટ્રિપલ ટાર્ગેટનો ઉપયોગ કરીને BRAF જીન્સમાં થતા કેન્સરની વૃદ્ધિ માટે કારણભૂત ફેરફાર રોકી શકાય છે. આવી પ્રક્રિયા દ્વારા કિમોથેરપીની સરખામણીએ આ દવાથી દર્દીઓની સારવારમાં વધુ ફાયદો પહોંચાડી શકાય છે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો