ગુજરાતમાં કેવી રીતે અટકશે કોરોના? ભાજપ નેતાના દિયરના લગ્નમાં નિયમોના લીરેલીરા, હજારો લોકોની ભીડ ઉમટી, પોલીસ ઊંઘતી રહી

રાજ્યમાં કોરોના વાયરસ રોકેટગતિથી વધી રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો થયો હોવાના કારણે સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. તો બીજી તરફ કોરોનાના વધતા જતા કેસને લઇને રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં લોકોની સંખ્યામાં 400માંથી ઘટાડીને 150 કરવામાં આવી છે.

150 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજવાનો નિયમ હોવા છતાં પણ અવાર નવાર રાજકીય પક્ષના નેતાઓ કે પછી પક્ષના કાર્યક્રમોમાં નિયમોનો ભંગ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજકીય નેતાઓના સંબંધીઓના ઘરે પણ કોઈ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેમાં પણ સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ જોવા મળે છે. ત્યારે આવી જ એક ઘટના તાપીના ડોલવણના પાટી ગામનો છે. આ ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હજારો લોકો એકઠા થયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

રિપોર્ટ અનુસાર તાપીના ડોલવણના પાટી ગામમાં તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખના દિયરના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નના કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ એકઠી થઇ હતી. કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ સતત વધતું હોવા છતાં પણ આ લગ્ન પ્રસંગમાં હજારો લોકોએ નિયમોનો ભંગ કરીને DJના તાલે ડાન્સ કર્યો હતો.

લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેલા લોકો સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. જાણે દેશમાં કે રાજ્યમાં કોરોના નામનો કોઈ વાયરસ હોય જ નહીં તે પ્રકારે લોકો ભાજપના સંબંધીના લગ્ન પ્રસંગમાં ખૂશી માનવતા અને ડાન્સ કરતા દેખાયા હતા. આ ઘટનાને લઇને તાપી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. ગામમાં લગ્ન પ્રસંગ થયો, તેમાં હજારો લોકો એકઠા થયા છતાં પણ પોલીસને કઈ ખબર જ ન પડી. આ ઘટનાને લઇને પોલીસને પેટ્રોલિંગને લઇને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ લગ્નનું આયોજન કનુ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

આ લગ્ન પ્રસંગના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાના કારણે સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી લગ્નના આયોજન કનુ ગામીત, જીતુ ગામીત અને નીલેશ ગામીતની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે તપાસમાં જોતરાયા છે. એક અધિકારીને સસ્પેન્ડ પણ કરી દીધા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, ડોલવણ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ સુનંદા ગામીતના જ દિયરના લગ્ન પ્રસંગમાં નિયમોનો ભંગ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો