સુરતની મહિલાઓએ કર્યું પ્રશંસનીય કામ, જરૂરિયાતમંદ અને ગરીબ છોકરીઓને ભેટ આપ્યાં 2 હજાર કરતા વધુ પગરખાં
સુરતના સિટી લાઈટ વિસ્તારમાં સાયન્સ સેન્ટર ખાતે વુમનહૂડની ઉજવણીના ભાગરૂપે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓના કાર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. GR8 વીકેન્ડર ઈવેન્ટના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં હજારો ફૂટપ્રિન્ટ્સને નામ સાથે ડિસ્પ્લે કરવામાં આવી હતી. રવિવારના દિવસે ઈન્ટરનેશનલ વુમન્સ ડે છે અને ત્યારે આ ઈવેન્ટનું સમાપન થશે.
આ ઈવેન્ટના ઓર્ગેનાઈઝર પૈકીના એક એવા ડૉક્ટર પૂજા નંદકર્ણી સિંઘે જણાવ્યું કે આ ઈવેન્ટનું આયોજન કરવા પાછળ અમારી પહેલ એવી છે કે મહિલાઓ પાસેના વધારાના પગરખાંની જોડીને એકઠી કરવામાં આવે. અમે શહેરની મહિલાઓને એવી અપીલ કરી હતી કે તેઓ પગરખાંનું દાન કરે કે જે અમે ગરીબ અને જરૂરિયાતમંદ છોકરીઓ સુધી પહોંચાડી શકીએ. જે મહિલાઓએ અમને પગરખાં દાન કર્યા છે તેના પર અમે તેમનું નામ પ્રિન્ટ કર્યું છે. અમે 2 હજાર કરતા વધારે પગરખાં એકઠા કર્યા છે જે હવે અમે જરૂરિયાતમંદ અને ગરીબ છોકરીઓને પહોંચાડીશું.
ડૉક્ટર પૂજા નંદકર્ણી સિંઘ અને ફોટોગ્રાફર તેમજ ફિલ્મમેકર પૂજા કેડિયા અને તેમની ટીમે GR8 વીકેન્ડર ઈવેન્ટનું આયોજન કર્યું હતું, આ હેઠળ વુમનહૂડની ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટનો હેતુ સ્ત્રીઓની હેલ્થ સારી રહે અને સશક્તિકરણ થાય તે અંગેનો છે.
બિન્ની નામના જ્વેલરી ડિઝાઈનરે જણાવ્યું કે મારી પાસે પગરખાંની 3 જોડી હતી, વંચિત અને જરૂરિયાતમંદ છોકરીઓને પગરખાંનું દાન કરીને મદદ કરવાનો આ વિચાર મને પસંદ આવ્યો. આ પહેલ થકી ઘણી ગરીબ છોકરીઓને મદદ મળશે. જ્યારે અન્ય ઈવેન્ટમાં ફીમેલ આર્ટિસ્ટના 35 ચિત્રો ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. જેનું નામ ‘સ્પિરિટ ઓફ બ્રશ’ રાખવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..