CDSનાં મૃત્યુ પર ખુશી મનાવનારા કટ્ટરપંથીઓથી નાખુશ થઈને ફિલ્મમેકર અલી અકબરે ધર્મપરિવર્તનનો નિર્ણય લીધો, કહ્યું, ‘ઇસ્લામ પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો’

બુધવારે હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું નિધન થયું. તેમની અચાનક વિદાયથી આખો દેશ શૉક મનાવી રહ્યો છે. તો બીજી તરફ ઘણા લોકો સોશિયલ મીડિયા પર મજાકે ઉડાવી રહ્યા છે. કટ્ટરપંથીઓના આ કામથી દુઃખી થઈને મલયાલમ ફિલ્મોના ડિરેક્ટર અલી અકબરે અને તેની પત્ની લુસીઅમ્માએ ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ સ્વીકાર્યો છે.

ઇસ્લામમાંથી મારો વિશ્વાસ ઊઠી ગયો: અલી અકબર
ફિલ્મમેકર અલી અકબરે ફેસબુક લાઈવમાં ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ સ્વીકારવાની જાહેરાત કરી. તેમણે પોતાનું નામ બદલીને ‘રામસિમ્હન’ રાખવાનો નિર્ણય કર્યો. અલીએ કહ્યું, મુસ્લિમોના આ કામનો વિરોધ સીનિયર મુસ્લિમ નેતાઓ અને ઇસ્લામિક ધર્મગુરુએ પણ કર્યો નથી. દેશના બહાદુર દીકરાની આવી મજાક સહન ના કરી શકું. મને ઇસ્લામ ધર્મમાંથી વિશ્વાસ ઊઠી ગયો.

‘આજથી હું એક મુસ્લિમ નહીં પણ ભારતીય છું’
અલી અકબરે સોશિયલ મીડિયા પર શૅર કરેલા વીડિયોમાં કહ્યું, મને જન્મ સમયે જે ધર્મ મળ્યો હતો તેને તરછોડી રહ્યો છું. આજથી હું મુસ્લિમ નથી. હું એક ભારતીય છું. મારો સંદેશ તે લોકો માટે છે જેમણે ભારત વિરુદ્ધ હસતા ઈમોજી પોસ્ટ કર્યા છે. અકબરની આ પોસ્ટ પર ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ઘણા સપોર્ટ પણ કરી રહ્યા છે.

‘હું આવા ધર્મ સાથે ઊભો ના રહી શકું’
લાઈવ વીડિયો ઉપરાંત એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન અલી અકબરે કહ્યું, જનરલ બિપિન રાવતના મૃત્યુના ન્યૂઝ પર હસનારામાં મોટાભાગના લોકો મુસ્લિમ હતા. જનરલ રાવતે પાકિસ્તાન અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મોટા પગલાં લીધા હતા આથી લોકોએ તેમના મૃત્યુને મજાકમાં ફેરવી દીધું. હું આવા ધર્મ સાથે જોડાયેલો નહીં રહું. હું મારી દીકરીઓને ધર્મ બદલવા માટે કોઈ દબાણ નહીં કરું. તેઓ પોતાની મરજીથી જીવી શકે છે.

કટ્ટરપંથીઓએ જનરલના મૃત્યુની મજાક ઉડાવી હતી
અલી અકબરે CDS બિપિન રાવતના નિધન પર એક વીડિયો બનાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વીડિયો પર કટ્ટરપંથીઓએ હસતા ઈમોજી શૅર કર્યા હતા. ઘણા લોકોએ મજાક પણ ઉડાવી.

આ વીડિયો પછી ફેસબુકે તેમની પોસ્ટને વંશીય ભેદભાવ કહીને અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. એ પછી અલીએ નવું ફેસબુકે અકાઉન્ટ બનાવ્યું અને બિપિન રાવતના મૃત્યુ પર હસતા લોકોને દંડ આપવા માટે ઇસ્લામ છોડવાનું નક્કી કર્યું.

અલી અકબર કેરળ ભાજપના પ્રદેશ સમિતિમાં હતા. જો કે, ઓક્ટોબરમાં પાર્ટીથી નાખુશ થઈને અકબરે રાજીનામુ આપ્યું હતું. આની પહેલાં વર્ષ 2015માં અલી અકબર ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ત્યારે તેમણે મદરેસામાં અભ્યાસ દરમિયાન જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો