આ બંને ભાઇઓ પર 440 વોલ્ટના કરંટની પણ નથી થતી અસર, હાથથી પકડી લે છે 11 હજાર વોલ્ટેજનો તાર
છત્તીસગઢ- ધરમજયગઢથી 35 કિલોમીટર કાપૂના પખનાકોટ ગામમાં રહેનાર પ્રભુ તિર્કી અને અનુજ તિર્કીને લોકો કરંટ મેનના નામે ઓળખે છે. આ બંને ભાઇ અન્ય જેવા હોવા છતાં પણ એક રીતે બંનેથી અલગ છે. તેમના શરીરમાં રેજિસ્ટન્ટ પાવર એટલો વધુ છે કે, તેને 11 હજાર વોલ્ટેજનો કરંટ પણ મહેસૂસ નથી થતો. આ ગુણ તેની અંદર બાળપણથી જ હતો. જો કે તેની ખબર તેને 10 વર્ષ પછી થઇ. બંને 11 હજાર વોલ્ટેજના ખુલ્લા તારને હાથથી પકડી શકે છે. આટલું જ નહીં તે તેના હાથથી બલ્બ અને તારને હાથથી જોડીને બલ્બને ચાલું કરી શકે છે.
તેની આ ખૂબીના કારણે તેઓ પખાનાકોટ ગ્રામ પંચાયત તેમજ આસપાસના ગામના ઇલેક્ટ્રીક કામ કરીને જીવન વિતાવી રહ્યાં છે. અનુજ તિર્કીએ જણાવ્યું કે, 8 વર્ષની ઉંમરમાં તેમને પહેલીવાર જાણ થઇ કે, તેને વીજળીનો કરંટ અસર નથી કરતો. ત્યારબાદ મોટાભાઇ પ્રભુએ પણ વીજળીનો તાર અડકી જોયો તેમને પણ કરંટ મહેસૂસ ન હતો. જો કે તેના પિતાને રામસાયને વીજળીનો તાર ટચ કરવાથી કરંટ લાગતો હતો. તેમની આ ખૂબીને કારણે ગામના લોકો તેને અન્ય લોકોથી અલગ માને છે.
11 હજાર વોલ્ટ કરંટ ટચ કરવાનો દાવો
ભાસ્કર ટીમ બંને ભાઇઓના ગામ પહોંચી તો તેઓ ત્યાં મળ્યાં. તેમના જણાવ્યા મુજબ તે ગામના ટાવર પર ચઢીને 11 હજાર વોલ્ટ કરંટને ટચ કરી ચૂક્યાં છે. ગામના લોકોએ પણ તેને તેવું કરતાં જોયા છે.
ગરમીમાં ઘરથી બહાર નથી નીકળતા
સૂરજનો આકરો તાપ તેના માટે નુકસાનકારક છે. સામાન્ય વ્યક્તિની તુલનામાં તેમને વધુ તાપ મહેસૂસ થાય છે. ગરમીના દિવસોમાં તે સવારે દસ વાગ્યા બાદ બહાર નથી નીકળતા. તાપના સંપર્કમાં આવવાથી તેની સ્કિન બળવા લાગે છે. તેનાથી બચવા માટે તે ભીના કપડા શરીરથી લપેટીને રાખે છે.
શરીરમાં રેજિસ્ટેન્સ પાવર વધુ
-બિલાસપુર ગર્વમેન્ટ એન્જિનિયર કોલેજમાં ઇલેકટ્રીક ડિપાર્ટમેન્ટના એચઓડી સંજય સિંધાઇએ જણાવ્યું કે, શરીરમાં રેજિસ્ટેન્સ પાવર વધુ હોવાના કારણે આવું બની શકે છે. દરેક માણસના શરીરમાં એમ્પિયર કરંટનો ફ્લો હોય છે. તે હાર્ટની નજીક એસએન નો઼ડના રૂપે હોય છે.
સામાન્ય રીતે 16 વોલ્ટથી થઇ શકે છે મોત
– સીએસપીડીસીએલના એડિશનલ ચીફ એન્જિનિયર ચંદ્રશેખર સિંહે જણાવ્યું કે, અનુજ અને પ્રભુના શરીરમાં ઇલેક્ટ્રોન રોકવાની ક્ષમતા હશે. જે કરોડોમાં એકાદ પાસે જ હોય છે. આ એક શોધનો વિષય છે. સામાન્ય વ્યક્તિનું મોત 12થી 16 વોલ્ટ કરંટ લાગવાથી થાય છે.
આર્થિક તંગીના કારણે લગ્ન ન થયા
આ બંને ભાઇને લોકો મળવા આવે છે. તેની સ્ટોરી તેના ગામના આસપાસના ડઝનેક લોકો સુધી પહોંચી ગઈ છે. જો કે તેના માટે અત્યાર સુધી કોઇએ કંઇ કર્યું નથી. લોકો માત્ર કહાણી સાંભળી અને તમાશો જોઇને જતાં રહે છે. માત્ર લોકોના ખોટા આશ્વાસન જ મળે છે.. આ બધાના કારણે તે ભીડથી હવે દૂર રહેવાનું જ પસંદ કરે છે. આર્થિક તંગીના કારણે બંનેના લગ્ન પણ નથી થઈ શક્યાં.
સ્વેદગ્રંથિનું ન હોવું છે એક કારણ
કેટલાક લોકોની ત્વચામાં જન્મથી જ એક્રાઇન સ્વેદગ્રંથિ નથી હોતી. તેના કારણે તે હાઇ વોલ્ટેજ કરંટના સંપર્કમાં આવતા જ તેને કરંટ મહેસૂસ નથી થતો. તે આપણા શરીરમાં 20થી 40 લાખ સુધી હોય છે. તે શરીરમાં પાણી અને લવણોની માત્રને સંતુલિત કરે છે.
– ડો.મિતેશ સિન્હા, પ્રો. ન્યૂરો ફિજિયોલોજી, મેકાહારા