ભેંસાણમાં યુવાનનું મોં કાળુ કરી સરઘસ કાઢવુ પોલીસ અધિકારીને ભારે પડ્યું, કોર્ટે કરી આટલા વર્ષની સજા

જુનાગઢના ભેંસાણના તત્કાલીન પીએસઆઈ બી.પી.સોનારાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં અન્ય 3 પોલીસ કર્મીને એક એક વર્ષની સજા ફટકારાઇ છે. તેમાં ભેસાણ કોર્ટે પોલીસ અધિકારી અને કર્મચારીઓને સજા ફટકારતા ચકચાર મચી છે.

ત્રણ વર્ષ પહેલા ભેંસાણની કોર્ટે સજા આપી હતી
ઉલ્લેખનિય છે કે યુવાનનું મોં કાળું કરી, ટકો કરાવી, સરઘસ કાઢવાના ગુનામાં સજા થઈ હતી. જેમાં ત્રણ વર્ષ પહેલા ભેંસાણની કોર્ટે સજા આપી હતી. તેમાં સજા બાદ પીએસઆઇ અને પોલીસ કર્મીઓ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે વિસાવદરની સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો. બી.પી.સોનારા હાલ મોરબી જિલ્લામાં પી.આઈ. તરીકે ફરજ બજાવે છે.

સેશન્સ કોર્ટના ચુકાદાથી પોલીસ અધિકારીને મુશ્કેલી
ભેંસાણમાં વર્ષ-2004માં તત્કાલીન પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારીઓએ એક વ્યક્તિને માર મારી મોં કાળું કરી માથે ટકો કરાવી ગામમાં સરઘસ કાઢ્યું હતું. આ ચકચારી ઘટનામાં ભેંસાણ કોર્ટે તત્કાલીન પીએસઆઇને ત્રણ વર્ષની જેલ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મીઓને એક-એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસની વિગત એવી છે કે, ભેંસાણમાં રહેતા હિંમતભાઇ ધીરૂભાઇ લીંબાણી પોતાની સામે છેડતીનો કેસ થયો હતો. એ કેસ ખોટો હોવા અંગે ગત 14 ફેબ્રુઆરી-2004નાં રોજ હિંમતભાઇ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા.

જાહેરમાં માર મારતા-મારતા સરઘસ કાઢ્યું 
ત્યારે ફરજ પરનાં તત્કાલીન પીએસઆઇ બી.પી. સોનારા, કોન્સ્ટેબલ દાદુ મસરી, રમેશ પાનસુરીયા અને રામજી હમીરે હિંમતભાઇની અરજી સ્વીકારવાની ના પાડી દઇ ચેપ્ટર કેસમાં તેની અટક કરી હિંમતભાઇનું મોં કાળું કરી માથે ટકો કરી, મુંછ મુંડાવી, લાકડી, ઢીકાપાટુનો માર મારી આડેધડ લાફા ઝીંકી દીવાલમાં માથું ભટકાવી મુંઢ માર માર્યો હતો. એટલું જ નહિં સાંજે 4 થી 5નાં ગાળામાં પોલીસ સ્ટેશનથી પરબ ચોકડી સુધી જાહેરમાં માર મારતા-મારતા સરઘસ કાઢ્યું હતું. તેમજ લોકઅપમાં ગોંધી રાખી જામીન માટે પણ મુક્ત નહોતો કર્યો. બાદમાં બીજે દિવસે તા. 15ની સાંજે આશરે 5 થી 6 વાગ્યાનાં અરસામાં પોલીસ સ્ટેશનની ચેમ્બરમાં જ જામીન અરજી અને જામીનની બુકની ઝેરોક્ષ લઇ છોડી મૂક્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો