માતા બાવા સાથે ભાગી જતાં સગીર પુત્રે વિરહમાં કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં કર્યો મોટો ધડાકો? જાણો વિગત

કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં એક 13 વર્ષના કિશોરે આપઘાત કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. મોતને વહાલું કરનાર આ બાળકે આપઘાત કરતા પહેલાં એક સ્યૂસાઇડ નોટ લખી હતી જેમાં માતાને ભગાડી જનાર એક બાવાનો ઉલ્લેખ છે. બાળક ઘણાં સમયથી માતાના વિરહમાં ઝૂરતો હતો અને તેને લાગ્યું કે હવે માતા સાથે મુલાકાત નહીં થાય એટલે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે સ્યૂસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. બાળકે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

જાણવા મળેલી વિગત કામરેજના ખોલવડમાં રહેતી એક પરણિતાએ દોઢ વર્ષ પહેલાં તેના પતિને છુટાછેડા આપીને એક બાવા સાથે ચાલી નિકળી હતી. આ પરણિતાને એક બાળક પણ હતું, પરંતુ માતા આ બાળકને પિતા પાસે છોડીને બાવા સાથે ભાગી ગઇ હતી.

બાળક ઘણા સમયથી માતા વગર ઝૂરતો હતો અને એક દિવસ તેણે હતાશામાં અંતિમ પગલું ભરી લીધું. બાળકે સ્યૂસાઇડ નોટમાં પિતાને સંબોધન કરીને લખ્યું છે કે પપ્પા, મારે તો મરવું નહોતુ, પણ શુ કરુ? બાવાએ મને કહ્યું હતું કે તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કહેજે કે મને કશું કરે નહી. આખરે કોઇ રસ્તો નહીં સુઝતા આપઘાત કરું છું.

આપઘાત કરનાર 13 વર્ષના કિશોરના પિતાએ બાવા પર આરોપ મુકતા કહ્યું હતું કે ઘનશ્યામ બોરડ નામનો બાવો મારા પુત્રને ધમકી આપતો હતો. મારી પત્નીએ મારી સાથે છુટાછેડા લઇને એ બાવા સાથે સાધ્વીનું જીવન જીવવા નિકળી હતી. પિતાએ કહ્યું કે મારો પુત્ર તેની માતાને ખુબ યાદ કર્યા કરતો હતો અને રાત્રે ઉઠીને પણ માતા વિશે જ પુછ્યા કરતો હતો.

માત્ર 13 વર્ષના કિશોરે જીવન ટુંકાવી દીધું છે એ વાત ફેલાતા લોકો માતાને ધિક્કાર આપી રહ્યા છે. પોલીસે બાળકે લખેલી સ્યૂસાઇડ નોટ કબ્જે કરી છે અને આ બાવો વિશે તપાસ શરૂ કરી છે.

એવું કહેવાય છે કે લોકોને ભગવાનની અનુભુતિ કરાવવા માટે જ કદાચ ઇશ્વરે માતાનું સર્જન કર્યું હશે. માતા માટે કઇ કેટલુંયે લખાયું છે, જનની જોડ સખી નહી જડે. પરંતુ પોતાના વહાલસોયા પુત્રનો વિચાર કર્યા વગર ઘર છોડીને ભાગી જનારી આવા માતાઓનો સમાજ સ્વીકાર કરતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો